ICC Women's World Cup: વેસ્ટ ઇન્ડિઝે જીત સાથે કરી મહિલા વર્લ્ડકપની શરૂઆત, છેલ્લી ઓવરમાં ન્યૂઝીલેન્ડને આપી હાર
આ મેચમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઈને ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડમાં મહિલા વર્લ્ડ કપની શરૂઆત થઇ ગઇ છે. આજે રમાયેલી વર્લ્ડકપની પ્રથમ મેચ ન્યૂઝિલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઇ હતી. જેમાં ન્યૂઝીલેન્ડની ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામે 3 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ મેચમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઈને ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જે બાદ કીવી ટીમે ડિઆન્ડ્રા ડોટિન (12) અને કીસિયા નાઈટ (7)ની વિકેટ ઝડપી વેસ્ટ ઇન્ડિઝ પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
A thrilling win for West Indies in the #CWC22 opener against New Zealand 💥
— ICC (@ICC) March 4, 2022
➡️ https://t.co/aHgI2uedf7 pic.twitter.com/WyHLfC2tN8
ઓપનર હેલી મેથ્યુસ (119)ની સદી અને સ્ટેફની ટેલર અને શેરમેન કેમ્પબેલ સાથે ભાગીદારીએ વેસ્ટ ઇન્ડિઝને ન્યૂઝિલેન્ડ સામે મોટો સ્કોર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. વેસ્ટ ઈન્ડિઝે તેની ઈનિંગમાં 9 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડને ઇનિંગની શરૂઆતમાં પણ મોટો ઝટકો લાગ્યો હતો. ઓપનર સૂઝી બેટ્સ અને ફોર્મમાં રહેલી એમીને 50 રનની અંદર આઉટ કરીને દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. કેપ્ટન સોફી ડિવાઈને (108) સદી ફટકારી હતી.
ન્યૂઝીલેન્ડને જીતવા માટે છેલ્લી ઓવરમાં 6 રનની જરૂર હતી. મેચમાં પોતાની પ્રથમ ઓવર ફેંકવા આવેલી ડિઆન્ડ્રા ડોટિને શાનદાર બોલિંગ કરી અને 5 બોલમાં 2 વિકેટ અને એક રન આઉટ કરી મેચને 3 રનથી જીતવામાં સફળતા મેળવી હતી.
તે સિવાય સદી ફટકારનારી હાઇલી મૈથ્યૂસને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો. મૈથ્યૂસે 128 બોલમાં 119 રનની ઇનિંગ રમી હતી. શનિવારે બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ઇગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે.
આ છે Viના 100 રૂપિયાથી સસ્તાં 4G ડેટા વાઉચર્સ, જાણો સૌથી સસ્તુ કયુ છે ને કેટલો મળે છે ડેટા......
1280 રૂપિયાની અરજીના બદલામાં બેરોજગારોને મળી રહી છે સરકારી નોકરી! જાણો મોદી સરકારે શું કહ્યું.....
હવાઈ મુસાફરી થઈ મોંઘી, એર ઈન્ડિયા સહિત તમામ એરલાઈન્સે ઈકોનોમી ટિકિટના દરમાં 40 થી 50%નો વધારો કર્યો