આ છે Viના 100 રૂપિયાથી સસ્તાં 4G ડેટા વાઉચર્સ, જાણો સૌથી સસ્તુ કયુ છે ને કેટલો મળે છે ડેટા......
વૉડાફોન-આઇડિયાનુ સૌથી સસ્તુ 4G ડેટા વાઉચર ₹19 નુ છે. આમાં ગ્રાહકોને 24 કલાકની વેલિડિટીની સાથે માત્ર 1જીબી ડેટા મળે છે.
નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ ટેલિકૉમ કંપની Vodafone idea પોતાના ગ્રાહકોને અનેક પ્રકારના રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. એક્સ્ટ્રા ડેટની ઇચ્છા રાખનારા ગ્રાહકો માટે કંપનીએ નવ પ્લાન પણ લૉન્ચ કર્યા છે. કોઇપણ ગ્રાહક કંપનીની સસ્તા 4G ડેટા વાઉચર (4G Data Voucher) નો ઉપયોગ કરી શકે છે. અહીં અમે તમને કંપનીના ₹100 થી સસ્તા વાઉચર્સ વિશે બતાવી રહ્યાં છીએ, જેની કિંમત ₹19 થી શરૂ થઇને ₹98 સુધી જાય છે, અને 1 દિવસથી 28 દિવસ સુધી વેલિડિટી મળે છે.
1. વૉડાફોન-આઇડિયાનુ સૌથી સસ્તુ 4G ડેટા વાઉચર ₹19 નુ છે. આમાં ગ્રાહકોને 24 કલાકની વેલિડિટીની સાથે માત્ર 1જીબી ડેટા મળે છે. આ ડેટાનો ઉપયોગ તમે વેલિડિટી દરમિયાન ગમે ત્યારે કરી શકો છો.
2. વૉડાફોન-આઇડિયાનુ બીજુ 4G ડેટા વાઉચર ₹48 નુ છે. આમાં ગ્રાહકોને 21 દિવસ માટે કુલ 2GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ડેટાનો ઉપયોગ તમે વેલિડિટી દરમિયાન ગમે ત્યારે કરી શકો છો.
3. 58 રૂપિયાના 4G ડેટા વાઉચરની ખાસ વાત છે કે આ લગભગ એક મહિના માટે વેલિડ રહે છે. આમાં તમને 28 દિવસ માટે 3GB ડેટા આપવામાં આવે છે. આ ડેટાનો ઉપયોગ તમે વેલિડિટી દરમિયાન ગમે ત્યારે પણ કરી શકો છો.
4. લિસ્ટમાં ચોથુ અને છેલ્લુ 4G ડેટા વાઉચર ₹98 નુ છે. આ પ્લાનમાં ભલે તમને 21 દિવસની ઓછી વેલિડિટી મળે છે, પરંતુ ડેટા 9GB આપવામા આવે છે. આ ડેટાનો ઉપયોગ તમે વેલિડિટી દરમિયાન ગમે ત્યારે કરી શકો છો.
Reliance Jio ના 4G ડેટા વાઉચર -
રિલાયન્સ જિઓ કુલ ચાર 4G ડેટા વાઉચર ઓફર કરે છે. જેની કિંમત 15 રૂપિયા, 25 રૂપિયા, 61 રૂપિયા અને 121 રૂપિયા છે. આ પ્લાનમાં ક્રમશઃ 1GB, 2GB, 6GB અને 12GB ડેટા આપવામાં આવે છે. ખાસ વાત છે કે જિઓના તમામ ડેટા વાઉચરની વેલિડિટી તમારા એક્ટિવ પ્લાન પર નિર્ભર રહે છે.