Womens Premier League 2025: સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ, RCBએ દિલ્હીને હરાવ્યું
આ મેચમાં RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે યોગ્ય સાબિત થયો

WPL 2025 Royal Challengers Bengaluru vs Delhi Capitals Match Report: RCB એ મહિલા પ્રીમિયર લીગ (Women Premier League 2025) માં સતત બીજી જીત નોંધાવી છે. સોમવારે રમાયેલી મેચમાં બેંગલુરુની ટીમે દિલ્હી કેપિટલ્સ (ડીસી) ને 8 વિકેટથી હરાવ્યું હતું. વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીની ટીમે પ્રથમ બેટિંગ કરીને 141 રન બનાવ્યા, જેના જવાબમાં આરસીબીએ બે વિકેટ ગુમાવીને આઠ વિકેટે જીત નોંધાવી હતી.
2️⃣ in 2️⃣ and the title defence has been off to a dream start. 🔥
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 17, 2025
Aggression at its peak and a staggering 8-wicket win over the Capitals. 🙌❤️#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2025 #DCvRCB pic.twitter.com/m5YRhnrinM
આ મેચમાં RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે યોગ્ય સાબિત થયો. દિલ્હીએ શેફાલી વર્માની વિકેટ શરૂઆતમાં ગુમાવી દીધી હતી પરંતુ મેગ લેનિંગ અને જેમીમાહ રોડ્રિગ્સની 59 રનની ભાગીદારીએ દિલ્હીને મજબૂત શરૂઆત અપાવી હતી. રોડ્રિગ્ઝે 34 રન બનાવ્યા પરંતુ તે પછી ટીમને મોટી ભાગીદારી બનાવવામાં મુશ્કેલી પડી હતી. સારાહ બ્રાયસે અંતિમ ઓવરોમાં 23 રન કરીને દિલ્હી કેપિટલ્સને 141 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
Our Queen sparkling brighter than the stars 🌟✨️
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 17, 2025
What. A. Knock! 🔥#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2025 #DCvRCB pic.twitter.com/YB5T1yf05E
આરસીબીએ સરળતાથી લક્ષ્ય હાંસલ કર્યું
142 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીને સ્મૃતિ મંધાના અને ડેનિયલ વ્યાટે શાનદાર શરૂઆત અપાવી. બંનેએ 107 રનની ઓપનિંગ ભાગીદારી કરીને બેંગલુરુની જીત લગભગ સુનિશ્ચિત કરી દીધી હતી. વ્યાટે 42 રન બનાવ્યા જ્યારે સ્મૃતિ મંધાનાએ 81 રનની શાનદાર ઇનિંગ રમી. 17મી ઓવરમાં રિચા ઘોષે સિક્સર ફટકારીને બેંગલુરુની જીત સુનિશ્ચિત કરી હતી.
6 ઇનિંગ્સમાં 324 રન
સ્મૃતિ મંધાના ટી20 મેચોમાં તબાહી મચાવી રહી છે. તેણે દિલ્હી કેપિટલ્સ સામે 81 રનની ઇનિંગ રમી હતી. ગુજરાત જાયન્ટ્સ સામે માત્ર 9 રન બનાવ્યા બાદ તે આઉટ થઈ ગઈ હતી, પરંતુ T20 મેચોમાં તેનું ફોર્મ એટલું સારું છે કે તેણે છેલ્લી 6 T20 ઇનિંગ્સમાં 324 રન બનાવ્યા છે, જેમાં ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. હવે RCB બે મેચમાં 2 જીત બાદ 4 પોઈન્ટ સાથે ટેબલ ટોપર બની ગયું છે.
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
