શોધખોળ કરો

AUS vs SA: સાઉથ આફ્રિકાએ 5 વખતના વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલીયાને 134 રને હરાવ્યું

AUS vs SA Match Report:  ભારત બાદ ઓસ્ટ્રેલિયાની દક્ષિણ આફ્રિકા સામે પણ હાર થઈ છે. પેટ કમિન્સની ટીમને 134 રનના વિશાળ અંતરથી હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 312 રનનો ટાર્ગેટ હતો.

AUS vs SA Match Report:  ભારત બાદ ઓસ્ટ્રેલિયાની દક્ષિણ આફ્રિકા સામે પણ હાર થઈ છે. પેટ કમિન્સની ટીમને 134 રનના વિશાળ અંતરથી હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 312 રનનો ટાર્ગેટ હતો. પરંતુ કાંગારૂ ટીમ 40.5 ઓવરમાં 177 રન પર જ સિમિત રહી હતી. આ રીતે ટેમ્બા બાવુમાની ટીમને મોટી જીત મળી છે.

સાઉથ આફ્રિકાના બોલરો સામે ઓસ્ટ્રેલિયાનો ટોપ ઓર્ડર ધરાશાયી 

દક્ષિણ આફ્રિકાના 311 રનના જવાબમાં કાંગારૂ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાનો ઓપનર મિચેલ માર્શ 7 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ડેવિડ વોર્નર 27 બોલમાં 13 રન બનાવીને પેવેલિયન ગયો હતો. આ સિલસિલો અહીં અટક્યો ન હતો… આ પછી જોશ ઇંગ્લિશ, ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઇનિસ પણ સસ્તામાં આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયાના 5 બેટ્સમેન 65 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ ટીમને 70 રનના સ્કોર પર છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. જો કે માર્નસ લાબુશેન અને મિશેલ સ્ટાર્ક વચ્ચે 69 રનની ભાગીદારી થઈ હતી. બંને ખેલાડીઓએ હારના માર્જિનને ઘટાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ મિચેલ સ્ટાર્ક 51 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી માર્નસ લાબુશેન પણ કેશવ મહારાજના બોલ પર આઉટ થયો હતો.

આવી રહીકાંગારૂ બેટ્સમેનની હાલત...

મિશેલ માર્શને માર્કો યોન્સેને આઉટ કર્યો હતો. તો બીજી તરફ, ડેવિડ વોર્નર લુંગી એનગિડીના બોલ પર આઉટ થયો હચો. કાગિસો રબાડાના બોલ પર સ્ટીવ સ્મિથ પેવેલિયન પરત ફર્યો હતો. જોશ ઈંગ્લિશને કાગીસો રબાડાએ બોલ્ડ આઉટ કર્યો હતો. કેશવ મહારાજના બોલ પર ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ આસાન કેચ આપી બેઠો હતો. જો કે ઓસ્ટ્રેલિયન ટીમને માર્કસ સ્ટોઈનિસને જે રીતે આઉટ આપવામાં આવ્યો તે પસંદ ન આવ્યું.

માર્કસ સ્ટોઇનિસને આઉટ આપ્યા બાદ થયો વિવાદ

વાસ્તવમાં, કાગિસો રબાડાના બોલ પર આઉટ થયા બાદ માર્કસ સ્ટોઇનિસ ખૂબ જ નાખુશ દેખાતો હતો. માર્કસ સ્ટોઇનિસ અમ્પાયર સાથે વાત કરતો રહ્યો, પરંતુ થર્ડ અમ્પાયરે માન્યું કે બોલ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરના ગ્લોવ્ઝમાં વાગીને ગયો હતો. આ રીતે માર્કસ સ્ટોઈનિસને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. દક્ષિણ આફ્રિકા માટે કાગિસો રબાડા સૌથી સફળ બોલર રહ્યો હતો. કાગિસો રબાડાએ 10 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી હતી. માર્કો યોન્સેન, કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીને 1-1 સફળતા મળી. લુંગી એનગિડીએ ડેવિડ વોર્નરને આઉટ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીત્યો હતો

આ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટે 311 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ક્વિન્ટન ડી કોકે 106 બોલમાં 109 રન બનાવ્યા હતા. એડન માર્કરમે 44 બોલમાં 56 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલે 2-2 વિકેટ ઝડપી હતી. આ સિવાય જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને એડમ ઝમ્પાને 1-1 સફળતા મળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
Embed widget