World Cup: વર્લ્ડકપના ઇતિહાસમા સૌથી વધુ મેચ જીતનાર બીજી ટીમ બની ભારત, પ્રથમવાર સતત ચાર મેચ હાર્યું ઇગ્લેન્ડ
વાસ્તવમાં આ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ મેચ જીતનારી બીજી ટીમ બની ગઈ છે
![World Cup: વર્લ્ડકપના ઇતિહાસમા સૌથી વધુ મેચ જીતનાર બીજી ટીમ બની ભારત, પ્રથમવાર સતત ચાર મેચ હાર્યું ઇગ્લેન્ડ World Cup: India becomes 2nd-most successful team in ODI World Cup history World Cup: વર્લ્ડકપના ઇતિહાસમા સૌથી વધુ મેચ જીતનાર બીજી ટીમ બની ભારત, પ્રથમવાર સતત ચાર મેચ હાર્યું ઇગ્લેન્ડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/35b7bed09845b280b5333a3cc1b2da8b169862683880974_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ICC Cricket World Cup 2023: ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં પણ ઈંગ્લેન્ડને હરાવ્યું છે. આ વર્લ્ડ કપમાં ભારતનો આ સતત છઠ્ઠો વિજય છે. ભારતે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમી છે અને તે તમામમાં તેણે જીત મેળવી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયા ન માત્ર પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગઈ છે પરંતુ વર્લ્ડ કપ ઈતિહાસમાં એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.
વાસ્તવમાં આ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ મેચ જીતનારી બીજી ટીમ બની ગઈ છે. ન્યૂઝીલેન્ડને પાછળ છોડીને ભારતે વર્લ્ડ કપની 59 મેચ જીતી છે. આ મામલે હવે ભારત ઉપર માત્ર એક જ ટીમ છે.
વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ કોણે જીતી?
અત્યાર સુધી રમાયેલી તમામ વર્લ્ડ કપ મેચોમાં ઓસ્ટ્રેલિયા સૌથી વધુ મેચ જીતનાર ટીમ છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં કુલ 73 વર્લ્ડ કપ મેચ જીતી છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. હવે આ યાદીમાં બીજું નામ ભારતનું છે, જેણે 59 વર્લ્ડ કપ મેચોમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. આ યાદીમાં ભારત પછી ન્યૂઝીલેન્ડની ટીમ ત્રીજા સ્થાને છે જેણે અત્યાર સુધીમાં કુલ 58 વર્લ્ડ કપ મેચ જીતી છે.
આ સિવાય ભારત સામે વર્લ્ડ કપ મેચ હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમે પણ એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સતત ચાર મેચ હારી છે. અગાઉના તમામ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ સાથે આવું ક્યારેય બન્યું ન હતું. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની સફર લગભગ પૂરી થઈ ગઈ છે. તેમની ત્રણ મેચ બાકી છે, જે અનુક્રમે ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને પાકિસ્તાન સામે રમવાની છે.
ઈંગ્લેન્ડને હરાવીને ભારતીય ટીમ ફરી પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગઈ છે. આ સાથે જ ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની સફર લગભગ પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું. આ જીત બાદ ભારતના 12 પોઈન્ટ થઈ ગયા છે. ભારતીય ટીમે સતત છઠ્ઠી જીત નોંધાવી હતી. ભારતના 6 મેચમાં 12 પોઈન્ટ છે. આ રીતે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને સરકી ગઈ છે.
ઈંગ્લેન્ડમાં સ્થિતિ બદથી બદતર થઈ
ઈંગ્લેન્ડના 6 મેચમાં માત્ર 2 પોઈન્ટ છે. ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં છેલ્લા એટલે કે દસમા સ્થાને છે. આ ટીમને માત્ર 1 જીત મળી છે જ્યારે 5 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાના 6 મેચમાં 10 પોઈન્ટ છે. ટેમ્બા બાવુમાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આ પછી ત્રીજા નંબર પર ન્યુઝીલેન્ડ છે. ન્યુઝીલેન્ડના 6 મેચમાં 8 પોઈન્ટ છે. આ પછી પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ટીમ છે. ઓસ્ટ્રેલિયાના 6 મેચમાં 8 પોઈન્ટ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)