IND vs SA: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચ્યું ભારત, સાઉથ આફ્રિકાને હરાવવાનો મળ્યો ફાયદો
India vs South Africa: ટીમ ઈન્ડિયાએ કેપટાઉન ટેસ્ટમાં શાનદાર જીત નોંધાવી હતી. તેણે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું.
India vs South Africa: ટીમ ઈન્ડિયાએ કેપટાઉન ટેસ્ટમાં શાનદાર જીત નોંધાવી હતી. તેણે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીતનો ફાયદો ભારતને મળ્યો હતો. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઇ છે. ટીમ ઈન્ડિયાએ પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સહિત તમામ ટીમોને હરાવી છે. દક્ષિણ આફ્રિકા સામે ભારતની જીતમાં જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજની સાથે બેટ્સમેનોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
India move to the top 📈
— ICC (@ICC) January 5, 2024
More ➡️ https://t.co/2juF4qgC6D pic.twitter.com/bFSICZUXux
ટીમ ઈન્ડિયા સામેની હાર બાદ દક્ષિણ આફ્રિકાની જીતની ટકાવારીમાં ઘટાડો થયો છે. તેણે ભારત સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી. પરંતુ બીજી મેચમાં મળેલી હારથી ઘણું નુકસાન થયું હતું. ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 54.16 છે. જ્યારે દક્ષિણ આફ્રિકામાં 50 ટકા છે. ટીમ ઈન્ડિયાએ ચાર મેચ રમી છે. આ દરમિયાન તેણે બે મેચ જીતી છે. તેને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મેચ ડ્રો રહી છે. ભારતના કુલ 26 પોઈન્ટ છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારત પ્રથમ સ્થાને છે અને દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ ત્રીજા નંબર પર છે. ન્યૂઝીલેન્ડની જીતની ટકાવારી પણ 50 છે. તેણે બે મેચ રમી છે. આ દરમિયાન એક મેચ જીતી છે અને એક મેચ હારી છે. ન્યૂઝીલેન્ડના 12 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા ચોથા નંબર પર છે. જ્યારે બાંગ્લાદેશ પાંચમા નંબર પર છે.
𝘼 𝙘𝙧𝙖𝙘𝙠𝙚𝙧 𝙤𝙛 𝙖 𝙬𝙞𝙣! ⚡️ ⚡️#TeamIndia beat South Africa by 7⃣ wickets in the second #SAvIND Test to register their first Test win at Newlands, Cape Town. 👏 👏
— BCCI (@BCCI) January 4, 2024
Scorecard ▶️ https://t.co/PVJRWPfGBE pic.twitter.com/vSMQadKxu8
નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ કેપટાઉન ટેસ્ટના પ્રથમ દાવમાં માત્ર 55 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં 176 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 153 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. તેણે બીજી ઇનિંગમાં 80 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહ અને ડીન એલ્ગરને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.