(Source: ECI/ABP News/ABP Majha)
ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટમાં હાર બાદ WTC ફાઈનલ પોઈન્ટ ટેબલ, જાણો લેટેસ્ટ અપડેટ
પુણે ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવ્યું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને 113 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
WTC Points Table Update: પુણે ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવ્યું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને 113 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ન્યૂઝીલેન્ડે ભારતની ધરતી પર શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમ લગભગ 12 વર્ષ પછી તેની ધરતી પર ટેસ્ટ શ્રેણી ગુમાવી છે. આ હાર બાદ ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મોટો ઝટકો લાગ્યો છે. જો કે, આ હાર છતાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, પરંતુ બીજા ક્રમે રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે માત્ર મામૂલી તફાવત છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ભારત હવે ક્યાં છે ?
પૂણે ટેસ્ટ પહેલા ભારતીય ટીમ 68.06 PCT સાથે ટોપ પર હતી, પરંતુ ભારતનું PCT 62.82 થઈ ગયું છે. ભારત પછી ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 62.5 PCT સાથે ભારત પછી બીજા ક્રમે છે. આ રીતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બહુ ઓછું અંતર બાકી છે. ભારતીય ટીમની હાર અને ન્યુઝીલેન્ડની જીતને કારણે શ્રીલંકાની તકોમાં સુધારો થયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા પછી શ્રીલંકા ત્રીજા સ્થાને છે. શ્રીલંકા 55.56 PCT સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે ન્યુઝીલેન્ડ 50 PCT સાથે ચોથા સ્થાને પહોંચી ગયું છે. હવે આ રીતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં 4 ટીમો વચ્ચે રસપ્રદ જંગ જોવા મળી રહ્યો છે.
ઈંગ્લેન્ડ સામેની જીત બાદ પાકિસ્તાનને કેટલો ફાયદો થયો ?
આ ટીમો પછી સાઉથ આફ્રિકા નંબર પર છે. સાઉથ આફ્રિકા 47.62 PCT સાથે પાંચમા સ્થાને છે. ઈંગ્લેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. ઇંગ્લેન્ડ 40.79 PCT સાથે દક્ષિણ આફ્રિકા પછી છઠ્ઠા સ્થાને છે. પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે પછી પાકિસ્તાને શાનદાર વાપસી કરી હતી. પાકિસ્તાને બીજી અને ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. હવે પાકિસ્તાન 33.33 PCT સાથે વર્લ્ડ ટેસ્ટ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. બાંગ્લાદેશ 30.56 PCT સાથે આઠમા સ્થાને છે અને વેસ્ટ ઈન્ડિઝ 18.52 PCT સાથે 9મા સ્થાને છે.
ind vs nz test: 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ઈતિહાસ રચ્યો