WPL 2025: શું ફાઇનલમાં પહોંચી શકશે મુંબઇ ઇન્ડિયન્સ? આજે રમાશે એલિમિનેટર મેચ
MI vs GG Eliminator: દિલ્હી કેપિટલ્સ ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેથી મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની વિજેતા ટીમ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે રમશે

MI vs GG Eliminator: મહિલા પ્રીમિયર લીગની એલિમિનેટર મેચ આજે રમાશે. આ એલિમિનેટરમાં હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સની ટીમો એકબીજા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેનો મુકાબલો ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ જીતનાર ટીમ ફાઇનલમાં પહોંચશે. દિલ્હી કેપિટલ્સ ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેથી મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની વિજેતા ટીમ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે રમશે. ટુર્નામેન્ટની ફાઇનલ શનિવારે રમાશે.
Road to Glory set 🏆
— Women's Premier League (WPL) (@wplt20) March 12, 2025
Which team from the #Eliminator will join the Delhi Capitals for the all-important #Final? 🤔 #TATAWPL | @DelhiCapitals | @mipaltan | @Giant_Cricket pic.twitter.com/zvTDuPXs5c
દિલ્હી કેપિટલ્સને સારા નેટ રન રેટનો ફાયદો મળ્યો
અગાઉ મુંબઈ ઈન્ડિયન્સે 8 મેચમાં 10 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સે 5 મેચ જીતી હતી. આ ઉપરાંત તેમને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે, દિલ્હી કેપિટલ્સે 8 મેચમાં 10 પોઈન્ટ સાથે સીઝનનો અંત કર્યો હતો. આ રીતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં 10-10 પોઈન્ટ સાથે બરાબર હતા, પરંતુ મેગ લેનિંગની દિલ્હી કેપિટલ્સ પાસે વધુ સારા નેટ રન રેટનો ફાયદો હતો. દિલ્હી કેપિટલ્સ ટેબલ ટોપર હોવાથી સીધા ફાઇનલ માટે ક્વોલિફાય થયું છે.
આવી હતી ગુજરાત જાયન્ટ્સની સફર
ગુજરાત જાયન્ટ્સે 8 મેચમાંથી 8 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતુ. આ ટીમે 4 મેચ જીતી હતી. આ સિવાય તેમને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હવે એલિમિનેટર મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ ગ્રુપ સ્ટેજમાં બે વાર આમને-સામને થયા હતા. બંને વખત મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું હતું.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને 11 રને હરાવ્યું છે. સીધા ફાઈનલમાં જવા માટે મુંબઈ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી, પરંતુ RCBની મજબૂત જીતને કારણે આ થઈ શક્યું નહીં. આ મેચમાં બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતા 199 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં MIની ટીમ માત્ર 188 રન જ બનાવી શકી અને 11 રનથી મેચ હારી ગઈ. બેંગલુરુની જીતમાં કેપ્ટન સ્મૃતિ મંધાનાની 53 રનની ઈનિંગ અને સ્નેહ રાણાની 3 વિકેટનો મોટો ફાળો હતો.




















