શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

RCB team for WPL: ઓક્શન બાદ જુઓ કેવી દેખાય છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ, જુઓ ફુલ ટીમ

વુમન્સ પ્રીમિયર લીગ (WPL 2023 ઓક્શન) માટેની હરાજી મુંબઈમાં યોજાઈ હતી. પાંચ ફ્રેન્ચાઇઝીએ 87 ખેલાડીઓ પર 59.5 કરોડ રૂપિયા ખર્ચીને પ્રથમ WPL હરાજી સમાપ્ત કરી.

વુમન્સ પ્રીમિયર લીગ (WPL 2023 ઓક્શન) માટેની હરાજી મુંબઈમાં યોજાઈ હતી. પાંચ ફ્રેન્ચાઇઝીએ 87 ખેલાડીઓ પર 59.5 કરોડ રૂપિયા ખર્ચીને પ્રથમ WPL હરાજી સમાપ્ત કરી. બીસીસીઆઈએ હરાજી માટે 448 ખેલાડીઓને પસંદ કર્યા હતા, જેમાં 270 ભારતીયોનો સમાવેશ થાય છે. ભારતીય વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના શરુઆતમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માટે હરાજીમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા રૂ. 3.40 કરોડમાં ખરીદી હતી. તો હવે બધી ટીમોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.  રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમનું પણ ચિત્ર સામે આવી ગયું છે.

RCB ની ટીમ

સ્મૃતિ, રિચા, પેરી, રેણુકા, એરિન બર્ન્સ, ડિવાઇન, દિશા, ઈન્દ્રાણી રોય, શ્રેયંકા પાટીલ, કનિકા, આશા શોબાના, હીથર નાઈટ, ડેન વાન નિકર્ક, પ્રીતિ બોઝ, પૂનમ ખેમનાર, કોમલ ઝંઝડ, મેગન , સહના પવાર.

હરાજીમાં ટોપ 5 સૌથી મોંઘી ખેલાડીઓમાં 3 ભારતીય

મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે યોજાયેલી હરાજીમાં સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી બની છે. આ યાદીમાં ટોપ ફાઈવમાં 3 ભારતીય ખેલાડીઓ છે. વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની હરાજી પૂરી થઈ ગઈ છે. આમાં કુલ 87 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. હરાજીની સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના રહી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 3.40 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ટોચની 5 સૌથી મોંઘી ખેલાડીઓની યાદીમાં મંધાનાની સાથે અન્ય 2 ભારતીય ખેલાડી પણ છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાની એક ખેલાડી છે. 

મંધાના ટીમ ઈન્ડિયાની અનુભવી બેટ્સમેન છે. તેને બેઝ પ્રાઈસ કરતા ઘણી વધારે ચૂકવીને ખરીદવામાં આવી છે. RCBએ IPLમાં વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. તે જ સમયે, મહિલા પ્રીમિયર લીગમાં મંધાનાનો સમાવેશ કરીને ચાહકોને ખુશ કર્યા હતા. 

એશ્લે ગાર્ડનર વિમેન્સ પ્રીમિયર લીગમાં બીજા નંબરની સૌથી મોંઘી ખેલાડી હતી. ઓસ્ટ્રેલિયાની ખેલાડી ગાર્ડનરને ગુજરાત જાયન્ટ્સે 3.20 કરોડમાં ખરીદી હતી. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

હરાજી દરમિયાન ઈંગ્લેન્ડની ખેલાડી નતાલી સાયવર પણ ચર્ચામાં રહી હતી. તે પણ ખૂબ મોંઘી વેચાઈ હતી. ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડર સાઈવરને 3.20 કરોડમાં ખરીદવામાં આવી હતી.

ભારતીય ખેલાડી દીપ્તિ શર્માએ પણ હરાજીમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દિપ્તીને યુપી વોરિયર્સે 2.60 કરોડ રૂપિયામાં ખરીદી હતી. તે ઓલરાઉન્ડર છે અને તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

દિલ્હી કેપિટલ્સે જેમિમા રોડ્રિગ્સ પર મોટો દાવ લગાવ્યો હતો. ટીમે તેને 2.20 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જેમિમાએ હાલમાં જ મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે અડધી સદી ફટકારી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી
એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી
Embed widget