WTC Final 2023: નોટ આઉટ હતો શુભમન ગિલ ? અમ્પાયર પર લાગ્યો ટીમ ઈન્ડિયા સાથે ચીટિંગનો આરોપ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચમાં થર્ડ અમ્પાયરના નિર્ણયને લઈને વિવાદ ઉભો થયો છે.
WTC Final 2023, India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચમાં થર્ડ અમ્પાયરના નિર્ણયને લઈને વિવાદ ઉભો થયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ચોથા દિવસની રમતમાં 270 રનના સ્કોર પર પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો હતો અને ભારતને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શુભમન ગિલે બેટિંગ કરવા ઉતરીને સકારાત્મક રીતે રમત રમતા રન બનાવવાનું શરુ કર્યું. આ દરમિયાન ટ્વિટર યુઝર્સ થર્ડ અમ્પાયર પર ગિલની વિકેટ પર ચીટિંગનો આરોપ લગાવી રહ્યા છે.
જ્યારે ભારતીય ટીમનો સ્કોર 41 રન પર પહોંચ્યો ત્યારે સ્કોટ બોલેન્ડનો એક બોલ ગિલના બેટની બહારની ધાર પર લાગ્યો અને સ્લિપમાં ઉભેલા કેમરન ગ્રીને કેચ પકડ્યો. પરંતુ આ દરમિયાન મેદાન પરના અમ્પાયરને કેચ પર શંકા ગઈ અને તેણે થર્ડ અમ્પાયર તરફ જવાનું નક્કી કર્યું.
આ મેચમાં ત્રીજા અમ્પાયરની ભૂમિકા ભજવી રહેલા રિચર્ડ કેટલબર્ગે જ્યારે રિપ્લે જોયો ત્યારે તેણે ગિલને આઉટ આપ્યો. હવે આ નિર્ણય પર પ્રશંસકોની સાથે ઘણા પૂર્વ ખેલાડીઓએ પણ સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. ખરેખર રિપ્લે જોતા બોલ જમીન પર અડી રહ્યો હોય તેવું દેખાય છે. કેપ્ટન રોહિત શર્મા પણ થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી ખૂબ ગુસ્સે થયો હતો અને તેણે તે સમયે મેદાન પરના અમ્પાયર સાથે આ અંગે વાત પણ કરી હતી.
ગિલ બીજા દાવમાં માત્ર 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો
આ મેચમાં શુભમન ગિલે તેની બીજી ઇનિંગની શાનદાર શરૂઆત કરી હતી. તે ખરાબ બોલ પર રન બનાવવાની કોઈ તક ગુમાવી રહ્યો ન હતો. પરંતુ ગિલ 19 બોલમાં 18 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ દાવમાં ગીલના બેટથી 13 રનની ઇનિંગ જોવા મળી હતી.
So was freeze frame. https://t.co/HSBxCOJV3U pic.twitter.com/NcVzl8TUTi
— North Stand Gang - Wankhede (@NorthStandGang) June 10, 2023
Third umpire watching the replay before pressing out 🤦 #WTCFinal pic.twitter.com/ZTFeGsihpC
— Wasim Jaffer (@WasimJaffer14) June 10, 2023
Third umpire while making that decision of Shubman Gill.
— Virender Sehwag (@virendersehwag) June 10, 2023
Inconclusive evidence. When in doubt, it’s Not Out #WTC23Final pic.twitter.com/t567cvGjub
ઓસ્ટ્રેલિયાનો ભારતને 444 રનનો વિશાળ ટાર્ગેટ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ 270 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાને હવે ફાઈનલ જીતવા માટે 444 રનનો ટાર્ગેટ મળ્યો છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 469 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારત 296 રન જ બનાવી શક્યું હતું અને ઓસ્ટ્રેલિયાને 173 રનની લીડ મળી હતી.
WTC ફાઈનલ અંતર્ગત ભારતીય ટીમ લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં ચાલી રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 444 રનનો પીછો કરવા મેદાને પડી હતી.
પ્રથમ દાવમાં સદી ફટકારનાર ટ્રેવિસ હેડ 18 જ્યારે સ્ટીવ સ્મિથ માત્ર 34 રન જ બનાવી શક્યો હતો. ભારત તરફથી બીજી ઇનિંગમાં બોલિંગમાં રવિન્દ્ર જાડેજાએ 3 જ્યારે ઉમેશ યાદવે અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ ઝડપી હતી. જો ભારત આ લક્ષ્યને હાંસલ કરવામાં સફળ થાય છે, તો તે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી સફળ રન ચેઝ હશે.