શોધખોળ કરો

WTC Points Table: જીત સાથે જ ભારતને ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ત્રણ સ્થાનનો થયો ફાયદો, ટૉપ પર પહોંચવા હવે એક જીતની જરૂર

ટીમ ઈન્ડિયાએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝની બીજી મેચ 106 રને જીતી લીધી છે. આ જીત સાથે ભારતે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ 1-1થી બરાબર કરી લીધી છે

WTC Points Table: ટીમ ઈન્ડિયાએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝની બીજી મેચ 106 રને જીતી લીધી છે. આ જીત સાથે ભારતે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. આ જીત સાથે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ મોટો ફાયદો થયો છે. હવે ભારતીય ટીમ 52.77 ટકા પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ 55 ટકા પૉઇન્ટ સાથે ટોપ પર છે. જો ભારતીય ટીમ આગામી મેચ જીતે છે તો તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી શકે છે.

જો ભારત ઈંગ્લેન્ડ સામેની આગામી મેચ જીતે છે તો તેના સાત મેચમાંથી 50 પોઈન્ટ થઈ જશે. આ સ્થિતિમાં ભારતની પોઈન્ટ ટકાવારી 59.52 થશે અને તે 55 ટકા પોઈન્ટ મેળવનાર ઓસ્ટ્રેલિયન ટીમને પાછળ છોડી દેશે.

ઈંગ્લેન્ડની વાત કરીએ તો આ હાર સાથે આ ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને યથાવત છે. ઈંગ્લેન્ડની નીચે એકમાત્ર ટીમ શ્રીલંકા છે જેણે અત્યાર સુધી કોઈ મેચ જીતી નથી.

મેચમાં શું થયું ?
વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં વાપસી કરી છે અને સીરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ 28 રને જીતી હતી. જો કે બીજી ટેસ્ટમાં ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડના બેઝબોલને પછાડી દીધા હતા. 'બેઝબોલ' એ ઈંગ્લેન્ડની બેટિંગની આક્રમક શૈલીનો ઉલ્લેખ કરે છે. ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.

ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઈંગ્લિશ ટીમનો બીજો દાવ 292 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતીય ટીમે યશસ્વી જાયસ્વાલની બેવડી સદીની મદદથી પ્રથમ દાવમાં 396 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 253 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને પ્રથમ દાવમાં 143 રનની લીડ મળી હતી.

ગિલની સદીના આધારે ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં 255 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો. ત્યારબાદ ભારતે ઇંગ્લિશ ટીમને 292 રનમાં આઉટ કરીને મેચ જીતી લીધી હતી. ભારત વતી બેટિંગમાં યશસ્વી અને શુભમન બાદ બોલિંગમાં જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન પણ જોવા મળ્યા હતા. આ બંનેએ ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Embed widget