Yashasvi Jaiswal Wicket: યશસ્વી જયસ્વાલને આઉટ આપવા પર વિવાદ, શું બાંગ્લાદેશી અમ્પાયરથી થઇ મોટી ભૂલ?
Yashasvi Jaiswal Wicket:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે
Yashasvi Jaiswal Wicket: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. આ મેચના અંતિમ દિવસે (30 ડિસેમ્બર) ભારતીય ટીમને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતના મહાન બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા પરંતુ યશસ્વી મોટી ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો હતો.
"I can see the ball has made contact with the gloves. Joel, you need to change your decision."
— 7Cricket (@7Cricket) December 30, 2024
And with that, Jaiswal is out! #AUSvIND pic.twitter.com/biOQP4ZeDB
208 બોલનો સામનો કરતા યશસ્વીએ 84 રન બનાવ્યા જેમાં 8 ચોગ્ગા સામેલ હતા. યશસ્વીને પેટ કમિન્સે વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જોકે, યશસ્વી જે રીતે આઉટ થયો તે થોડો કમનસીબ હતો. મેદાન પરના અમ્પાયરે યશસ્વીને આઉટ આપ્યો ન હતો પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે ડીઆરએસ લીધા બાદ ત્રીજા અમ્પાયર શારફુદ્દૌલા (બાંગ્લાદેશ)એ નિર્ણયને પલટી નાખ્યો હતો.
🚨 BIG MOMENT ON THE GAME 🚨
— Johns. (@CricCrazyJohns) December 30, 2024
- Ricky Ponting about the decision of Yashasvi Jaiswal. pic.twitter.com/69DOQlvGTR
રિપ્લેમાં RTS પર કોઈ સ્પાઇક જોવા મળ્યો નહોતો. પરંતુ ડિફ્લેક્શનના આધાર અમ્પાયરે નિર્ણયને પલટી નાખ્યો હતો. હવે સવાલ એ છે કે જ્યારે ત્રીજા અમ્પાયરને સંપૂર્ણ ખાતરી ન હતી તો તેણે ઓનફિલ્ડ અમ્પાયર સાથે જવું જોઈતું હતું. અમ્પાયરના નિર્ણયથી સુનીલ ગાવસ્કર ખૂબ જ ગુસ્સામાં દેખાતા હતા. ગાવસ્કરે કહ્યું કે જો ટેક્નોલોજીનો ઉપયોગ કરવો હોય તો આવા નિર્ણયો કેમ આપવામાં આવે છે.
સમગ્ર વિવાદ ભારતીય ઇનિંગ્સની 72મી ઓવરના પાંચમા બોલ પર ઉભો થયો હતો. પેટ કમિન્સે તે બોલ લેગ સ્ટમ્પની આસપાસ ફેંક્યો હતો. જયસ્વાલ તેની જાળમાં ફસાઈ ગયો. પરંતુ બોલ કેરી પાસે ગયો, જેણે આગળ ડાઇવ કરીને બોલને પકડ્યો હતો. કમિન્સને ખાતરી હતી કે જયસ્વાલ આઉટ છે, તેથી તેણે ડીઆરએસ લીધું હતું. યશસ્વીને પૂરો વિશ્વાસ હતો કે તે નોટઆઉટ છે. ત્રીજા અમ્પાયરના નિર્ણય બાદ તે મેદાન પરના અમ્પાયર સાથે દલીલ કરતો પણ જોવા મળ્યો હતો.
ટીમ ઈન્ડિયા હજુ પણ WTC ફાઈનલમાં પહોંચી શકે છે, જાણો કેવા સમીકરણો સર્જાઈ રહ્યા છે