શોધખોળ કરો
Advertisement
Year ender 2021: જો રૂટે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારી, આ છે સદી ફટકારનાર ટોપ-5 બેટ્સમેન
રૂટે વર્ષ 2021માં સૌથી વધુ 6 સદી ફટકારી છે.
Year Ender 2021: ઇંગ્લિશ બેટ્સમેન જો રૂટના (Joe Root) બેટે આ વર્ષે ઘણા રન બનાવ્યા છે. આ વર્ષે સૌથી મોટી ઇનિંગ્સ પણ તેના નામે છે. રૂટે વર્ષ 2021માં સૌથી વધુ 6 સદી ફટકારી છે. આ તમામ સદી તેણે ટેસ્ટ મેચમાં ફટકારી હતી. રૂટની સાથે આ ખેલાડીઓ ટોપ-5 સદીઓમાં સામેલ છે જેમણે આ વર્ષે સૌથી વધુ સદી ફટકારી છે.
- જો રૂટ (Joe Root): ઈંગ્લેન્ડના (England) ટેસ્ટ કેપ્ટન (Test Captain) જો રૂટે આ વર્ષે 17 આંતરરાષ્ટ્રીય મેચો – International matches (ટેસ્ટ, ODI, T20) રમી છે. તેણે 72ની એવરેજથી 1700થી વધુ રન બનાવ્યા. રૂટના નામે આ વર્ષે 6 સદી છે. એડિલેડમાં રમાઈ રહેલી એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ અને વર્ષના અંતમાં રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં તેની પાસે આ સંખ્યા વધુ વધારવાની તક હશે.
- પીઆર સ્ટર્લિંગ (PR Sterling): આ આઇરિશ ખેલાડીએ વર્ષ 2021માં 4 સદી ફટકારી હતી. સ્ટર્લિંગે 28 આંતરરાષ્ટ્રીય મેચોમાં 46ની એવરેજથી 1151 રન બનાવ્યા છે. તે આ વર્ષે સૌથી વધુ સદી ફટકારનાર બીજા ક્રમે છે.
- કરુણારત્ને (Karunaratne): શ્રીલંકાના (Srilanka) કરુણારત્નેએ પણ આ વર્ષે 4 સદી ફટકારી હતી. તેણે 10 આંતરરાષ્ટ્રીય મેચોમાં 57 રનની એવરેજથી 986 રન બનાવ્યા છે.
- બાબર આઝમ (Babar Azam): પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ આ યાદીમાં ચોથા સ્થાને છે. તેણે 3 સદી ફટકારી હતી. આ વર્ષે કુલ 43 મેચ રમાઈ હતી, જેમાં મોટાભાગની T20 હતી. આ વર્ષે તેના નામે 1760 રન છે. આઝમે 14 અડધી સદી પણ ફટકારી હતી.
- ફવાદ આલમ (Fawad Alam): આ પાકિસ્તાની બેટ્સમેને આ વર્ષે 9 આંતરરાષ્ટ્રીય મેચોમાં 3 સદી ફટકારીને ટોપ-5 સદીમાં પોતાનો સમાવેશ કર્યો છે. ફવાદે આ વર્ષે 49ની એવરેજથી 571 રન બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement