શોધખોળ કરો

Year Ender 2025: રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા

આ વર્ષે ઘણા ભારતીય દિગ્ગજોએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે.

Year Ender 2025: વર્ષ 2025 સમાપ્ત થવાનું છે. આ વર્ષે ઘણા ભારતીય દિગ્ગજોએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. વિરાટ અને રોહિતે 2024માં ટી20  ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ આ વર્ષે બંનેએ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. આ યાદીમાં કેટલાક એવા ખેલાડીઓ પણ છે જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણી તકો મળી નથી. તો ચાલો સંપૂર્ણ યાદી પર એક નજર કરીએ.

રોહિત અને કોહલીની ટેસ્ટ નિવૃત્તિ

ભારતીય ક્રિકેટ ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં રોહિત અને કોહલી યુગનો આ વર્ષે અંત આવ્યો. 7 મે, 2025ના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્રણ દિવસ પછી 10 મે, 2025ના રોજ વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે રોહિત અને કોહલીએ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યા પછી T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. બંને હવે વન-ડે ફોર્મેટમાં રમી રહ્યા છે.

ચેતેશ્વર પૂજારા અને રિદ્ધિમાન સહા પણ નિવૃત્તિ લીધી હતી.

ભારતીય ટેસ્ટ ટીમની વોલ તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાએ પોતાની શાનદાર બેટિંગથી ટીમ ઈન્ડિયાને ઘણી વખત મહત્વપૂર્ણ જીત અપાવી છે. જમણા હાથના બેટ્સમેને વિદેશમાં પણ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ 2025માં તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે 24 ઓગસ્ટ, 2025ના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી. 2010માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરનાર પૂજારાએ 103 ટેસ્ટ મેચમાં 7195 રન બનાવ્યા છે, જેમાં 19 સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે.

લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહેલા રિદ્ધિમાન સહાએ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ટીમ ઈન્ડિયા માટે ડિસેમ્બર 2021 માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. તેની છેલ્લી વન-ડે 2014માં હતી. ત્યારથી તેને તકો મળી રહી નથી અને તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.

ભારતના બે વખતના વર્લ્ડ કપ વિજેતા લેગ-સ્પિનર ​​પીયૂષ ચાવલાએ 6 જૂન, 2025 ના રોજ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 2012માં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ચાવલાએ ભાવનાત્મક પોસ્ટ સાથે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ત્રણેય ફોર્મેટમાં 1,000થી વધુ વિકેટ લીધી છે. 2012માં પોતાની છેલ્લી મેચમાં તેણે ભારત માટે 3 ટેસ્ટ, 25 વન-ડે અને 7 ટી-20 રમી હતી, જેમાં કુલ 43 વિકેટ લીધી હતી.

અત્યાર સુધી નિવૃત્તિ લેનારા ભારતીય ખેલાડીઓની યાદી

રોહિત શર્મા - 7 મે, 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ

વિરાટ કોહલી - 10 મે, 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ

ચેતેશ્વર પૂજારા - 24 ઓગસ્ટ, 2025ના રોજ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ

વૃદ્ધિમાન સહા - 1 ફેબ્રુઆરી, 2025ના રોજ એક પોસ્ટ શેર કરીને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી

પીયુષ ચાવલા - 6 જૂન, 2025ના રોજ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ

આર. અશ્વિન (આઈપીએલમાંથી) - 27 ઓગસ્ટ, 2025

અમિત મિશ્રા - 4 સપ્ટેમ્બર, 2025ના રોજ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ

મોહિત શર્મા - 3 ડિસેમ્બર, 2025ના રોજ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ

વરુણ એરોન - 10 જાન્યુઆરી, 2025ના રોજ ક્રિકેટમાંથી નિવૃત્તિ

ઋષિ ધવન - 5 જાન્યુઆરી,2025ના રોજ મર્યાદિત ઓવરના ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Embed widget