(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાને ભારત સામે T20 World Cup 2022ની મેચો પણ ના રમવી જોઇએ, વિવાદમાં કુદ્યો પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર
બન્ને ખેલાડીઓ પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે પાકિસ્તાન ટીમે ભારત વિરુદ્ધ કોઇ મેચ ના રમવી જોઇએ,
Asia Cup 2023: બીસીસીઆઇ (BCCI) સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ચીફ જય શાહે (Jay Shah) એશિયા કપ 2023 ને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. આ ચર્ચિત નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની તરફથી પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઇ ચૂકી છે. કેટલાક પૂર્વ ક્રિકેટરો પણ આ વિવાદમાં પોતાનો મત આપી રહ્યાં છે. આ બધાની વચ્ચે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર યૂનુસ ખાન અને વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે પણ આ વિવાદમાં ઝંપલાવ્યુ છે. તેમને વિવાદાસ્પદ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે.
ભારત વિરુદ્ધ કોઇ મેચ ના રમે પાકિસ્તાન -
બન્ને ખેલાડીઓ પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે પાકિસ્તાન ટીમે ભારત વિરુદ્ધ કોઇ મેચ ના રમવી જોઇએ, યુનુસ ખાને ARY Newsના શૉ ‘હર લમ્હા પુરજોશ’ પર વાત કરતાં કહ્યું- મને લાગે છે કે જય શાહે આવુ ના કહેવુ જોઇતુ હતુ, પરંતુ જ્યારે ગોળી ચલાવવામાં આવી ચૂકી છે તો હું પીસીબીને આ વાત પર કડક વલણ અપનાવવાનુ કહીશ, જેમ કે અમે પહેલા કહ્યું હતુ (ન્યુઝીલેન્ડનો અંત સમયે પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કરવો) અને તમે જાણો છો કે તે ટીમોએ બાદમાં અમારા દેશનો પ્રવાસ કરવાનુ શરૂ કરી દીધુ.
તેમને આગળ કહ્યું- જો તેમને (બીસીસીઆઇ)એ પોતાના ફેંસલા પર ટકી રહેવાનુ વિચારી લીધુ છે, તો આપણને આ વાતથી કોઇ ફરક નથી પડતો કે ભારતીય ટીમ એશિયા કપમાં ભાગ લે છે અને આપણે પણ આગામી વર્ષે રમાનારા વર્લ્ડકપ માટે ભારતમાં જવા માટે ના વિચારવુ જોઇએ, અને ના આપણે ન્યૂટલ વેન્યૂ પર એશિયા કપ રમાડવા પર સહમત થવુ જોઇએ.
ટી20 વર્લ્ડકપમાં પણ ના રમવુ જોઇએ -
આ ઉપરાંત કામરાન અકલમે તો ટી20 વર્લ્ડકપમાં ભારત વિરુદ્ધ રમાનારી મેચનો બહિષ્કાર કરવાની પણ માંગ કરી દીધી છે. તેમને કહ્યું- મારુ માનવુ છે કે જય શાહનુ નિવેદન અનઅપેક્ષિત હતુ, જ્યારે તમને આ વર્ષે એશિયા કપ દરમિયાન રમાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં ભાગ લીધો તો તેમને રાજનીતિ વિપક્ષ માટે રાખવી જોઇતી હતી, અને તેને રમતમાં લાવવાથી બચવુ જોઇતુ હતુ.
તેને આગળ કહ્યું- એશિયા કપ પાકિસ્તાનમાં જ રમાવવો જોઇએ. જો આમ નથી થતુ તો પાકિસ્તાને ભારત વિરુદ્ધ કોઇપણ મેચ ના રમવી જોઇએ, પછી ભલે તે આઇસીસી ઇવેન્ટ હોય, એશિયા કપ હોય કે પછી 23 ઓક્ટોબરની ભારત સામેની ટી20 વર્લ્ડકપની મેચ હોય.