ફરી મેદાન પર છગ્ગા ફટકારતો જોવા મળશે ભારતનો આ સ્ટાર ઓલરાઉન્ડર, વીડિયો પોસ્ટ દ્વારા કરી મોટી જાહેરાત
ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા તેના ચાહકોને આ વિશે જાણ કરી અને આ દરમિયાન એક વીડિયો પોસ્ટ કર્યો જે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય સેન્ચુરીનો છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે ક્રિકેટ મેદાનમાં વાપસીની જાહેરાત કરી છે. તેણે કહ્યું છે કે તે લોકોની માંગ પર પીચ પર પરત ફરી રહ્યો છે કે તે ક્યારે રમવાનો છે અને ટૂર્નામેન્ટનું નામ જાહેર કર્યું નથી.. તેણે કહ્યું છે કે તે લોકોની માંગ પર પીચ પર પરત ફરી રહ્યો છે. આ સાથે યુવરાજે એ પણ જણાવ્યું છે કે તે ક્યારે રમવાનો છે. જોકે, તેણે ટૂર્નામેન્ટનું નામ જાહેર કર્યું નથી. જો કે, એવું બની શકે છે કે યુવી આવતા વર્ષે રમાનારી રોડ સેફ્ટી સિરીઝમાં સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ સાથે રમતો જોવા મળે.
યુવીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા તેના ચાહકોને આ વિશે જાણ કરી અને આ દરમિયાન એક વીડિયો પોસ્ટ કર્યો જે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય સેન્ચુરીનો છે. આ વીડિયોમાં બોલિવૂડનું પ્રખ્યાત ગીત તેરી મિટ્ટી પણ ચાલી રહ્યું હતું.
પોસ્ટ શેર કરતા યુવીએ લખ્યું, "ભગવાન તમારી મંઝિલ નક્કી કરે છે. ફેન્સની માંગ પર હું ફેબ્રુઆરી મહિનામાં ફરી પીચ પર આવીશ. તમારા પ્રેમ અને સારી પ્રાર્થના માટે આભાર. મારા માટે આ મોટી વાત છે. હંમેશા સપોર્ટ કરતા રહો અને તે સાચા ચાહકની નિશાની છે."
તમને જણાવી દઈએ કે યુવરાજ સિંહે વર્ષ 2019માં ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તે પછી તે ગ્લોબલ કેનેડા T20 લીગ અને રોડ સેફ્ટી સિરીઝમાં રમતા જોવા મળ્યો છે.
યુવરાજ સિંહે 2011 વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. તેના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું.વર્લ્ડ કપ દરમિયાન તેને કેન્સર હોવાનું નિદાન થયું હતું, પરંતુ તેણે ટીમ ઇન્ડિયા માટે રમવાનું ચાલુ રાખ્યું હતું. યુવરાજે 40 ટેસ્ટ, 304 ODI અને 58 T20 ઈન્ટરનેશનલમાં 17 સદી અને 71 અડધી સદી સાથે 11,000થી વધુ રન બનાવ્યા છે.
View this post on Instagram
આ સિવાય તેણે 2007 T20 વર્લ્ડ કપમાં સ્ટુઅર્ટ બ્રોડને સતત છ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેણે 2000માં નૈરોબીમાં ICC નોકઆઉટ ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું અને 17 વર્ષ સુધી રમ્યો હતો. યુવરાજે ભારત માટે છેલ્લી વનડે 30 જૂન, 2017ના રોજ નોર્થ સાઉન્ડ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. ડાબોડી બેટ્સમેને ફરીથી 2019 માં નિવૃત્તિની જાહેરાત કરી.