WC Final: ભારત વર્લ્ડકપ હારી જશે ? યુવરાજ સિંહે રોહિતને ઉલ્લેખીને ફાઇનલ પહેલા શું આપી ચેતાવણી
આજે ઓસ્ટ્રેલિયા સામે મેચ છે અને આ એક શાનદાર તક છે. ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપની ફાઈનલ મેચ 23 માર્ચ 2003ના રોજ રમાઈ હતી
Yuvraj Singh on Team India: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી વનડે વર્લ્ડકપ 2023ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા પાસે ફાઈનલ જીતીને વનડે વર્લ્ડકપની તેની ત્રીજી ટ્રૉફી કબજે કરવાની તક છે.
આજે ઓસ્ટ્રેલિયા સામે મેચ છે અને આ એક શાનદાર તક છે. ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપની ફાઈનલ મેચ 23 માર્ચ 2003ના રોજ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા આ મેચ 125 રનથી જીતીને ચેમ્પિયન બન્યું હતું. આ વખતે ભારત પાસે બદલો લેવાની તક છે. આ વર્લ્ડકપમાં ભારત એક પણ મેચ હારી નથી. સતત 9 લીગ મેચો જીત્યા બાદ ભારતે સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું હતું. બીજી સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહનું માનવું છે કે, રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ જો ખરાબ પ્રદર્શન કરશે તો જ ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં હારશે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અપરાજિત ભારતીય ટીમ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. યુવરાજ જે 2011 માં ઘરઆંગણાની વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ હતો, તેને લાગે છે કે ઓસ્ટ્રેલિયાને "મજબૂત" ભારતીય ટીમને હરાવવા માટે તેમની A-ગેમ લાવવાની જરૂર પડશે, જેણે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ ગુમાવી નથી. .
યુવરાજ સિંહે ટીમ ઇન્ડિયા અને રોહિત શર્માને આપી ચેતાવણી
યુવરાજે સ્પોર્ટ્સ ટૂડેને જણાવ્યું હતું "વર્લ્ડકપમાં ભારતનો ગ્રાફ કેવો રહ્યો છે તે જોતા મને નથી લાગતું કે તેઓ ખરાબ પ્રદર્શન કરશે. ભારત પોતાની ભૂલોથી જ આ વર્લ્ડકપ ગુમાવી શકે છે. મને લાગે છે. તેઓ અત્યારે આત્મવિશ્વાસથી ભરેલા છે. 2003ના વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો હતો. જોકે અમે સારું રમ્યા અને ફાઇનલમાં પહોંચ્યા પણ ઓસ્ટ્રેલિયાએ અમારા પર પ્રભુત્વ જમાવ્યું. મને લાગે છે કે આ વખતે ટૂર્નામેન્ટમાં ભારતનો દબદબો છે. ઓસ્ટ્રેલિયાએ પોતાનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમવું પડશે, નહીંતર ફાઇનલમાં તેમની પાસે ભારત સામે જીતવાની કોઈ તક નથી,”
યુવરાજે ચેતાવણી આપતા રોહિતને શું સલાહ આપી
યુવરાજે વધુમાં કહ્યું કે, "ઓસ્ટ્રેલિયા દબાણને કેવી રીતે હેન્ડલ કરવું તે જાણે છે. તેઓ કેટલીય વાર વર્લ્ડકપ જીતી ચૂક્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની સેમિ ફાઇનલમાં પણ પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કે બેટ્સમેન તરીકે શાનદાર સંયમ દર્શાવ્યો હતો, જ્યારે તેમના સ્ટાર બેટ્સમેનો આઉટ થયા હતા ત્યારે પણ તેઓ મોટી મેચો જીતે છે. કારણ કે તેમની પાસે રમતના મોટા વિચારો છે,"
કેપ્ટન રોહિત શર્માને લઇને શું કહ્યું
ભારતના કેપ્ટન રોહિતે પણ ફાઈનલની પૂર્વ સંધ્યાએ ઓસ્ટ્રેલિયાની પ્રશંસા કરી અને તેને "સંપૂર્ણ ટીમ" ગણાવી. રોહિતે પ્રી-મેચ (રોહિત શર્મા પ્રેસ કૉન્ફરન્સ) માં કહ્યું, "તેઓ ખૂબ જ સંપૂર્ણ ટીમ છે. અમે શું કરવા માંગીએ છીએ તેના પર અમે ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. અમે તેઓ કેવી રીતે ફોર્મમાં છીએ તેની ચિંતા કરવા માંગતા નથી, પરંતુ અમે અમે અમારા ક્રિકેટ અને અમારી રણનીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ."