શોધખોળ કરો
Video: યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્માનો 'દારુ બદનામ' પર હૉટ ડાન્સ કરતો વીડિયો વાયરલ
વીડિયો શેર કરતી વખતે ધનશ્રીએ કેપ્શનમાં લખ્યું- આ મારુ પર્સનલ ફેવરિટ છે. આ થ્રૉબેકને શેર કરવા માટે રાહ જોઇ રહી હતી. ધનશ્રીના આ વીડિયો પર ફેન્સ જબરદસ્ત પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે
![Video: યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્માનો 'દારુ બદનામ' પર હૉટ ડાન્સ કરતો વીડિયો વાયરલ yuzvendra chahal fiance dhanashree verma dance video viral Video: યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્માનો 'દારુ બદનામ' પર હૉટ ડાન્સ કરતો વીડિયો વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/17193149/DhanShree-Chahal-10.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્પિન બૉલર યુજવેન્દ્ર ચહલે તાજેતરમાં પોતાની સગાઇની તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. ચહલની મંગતેરનુ નામ ધનશ્રી વર્મા છે, અને હાલના સમયમાં બન્ને સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. ધનશ્રી જાણીતી ડાન્સર અને યુટ્યૂબર છે, હાલ તેનો એક જબરદસ્ત વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ચહલની મંગેતર ધનશ્રી વર્માનો 'દારુ બદનામ' ગીત પર જબરદસ્ત ડાન્સ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેને આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કર્યો છે. વીડિયોમા ડાન્સ દરમિયાન ધનશ્રી જબરદસ્ત ઠુમકા લગાવતી દેખાઇ રહી છે. ધનશ્રીએ વ્હાઇટ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેરેલુ છે, અને લાંબા વાળ ખુબસુરતીમં ચાર ચાંદ લગાવી રહ્યાં છે.
વીડિયો શેર કરતી વખતે ધનશ્રીએ કેપ્શનમાં લખ્યું- આ મારુ પર્સનલ ફેવરિટ છે. આ થ્રૉબેકને શેર કરવા માટે રાહ જોઇ રહી હતી. ધનશ્રીના આ વીડિયો પર ફેન્સ જબરદસ્ત પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
થોડા દિવસો અગાઉ ધનશ્રી વર્મા એક એરપોર્ટ પર વેટિંગ લાઉન્ઝમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો, તે સમયે તેને પીપીઇ કિટ પહેરેલી હતી, અને તે ટોની કક્કડના પંજાબી ગીત પર કુર્તા પાયજામા પર ડાન્સ કરી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, ચહલે શનિવારે એટલે કે 8મી ઓગસ્ટે ધનાશ્રી સાથે સગાઈ કરી હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને તેણે લખ્યું, અમે અમારા પરિવારો સાથે હા કહીં. જે બાદ સોશિયલ મીડિયા ટ્વિટર પર ચહલ ટ્રેન્ડ થયો હતો અને લોકોએ અવનવા મીમ્સ બનાવીને શેર કર્યા હતા.
ખાસ વાત છે કે યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર છે, અને સોશ્યલ મીડિયા પર તેની ખુબ મોટુ સંખ્યામાં ફેન ફોલોઇંગ છે.
![Video: યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્માનો 'દારુ બદનામ' પર હૉટ ડાન્સ કરતો વીડિયો વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/17193130/DhanShree-Chahal-02-283x300.jpg)
![Video: યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્માનો 'દારુ બદનામ' પર હૉટ ડાન્સ કરતો વીડિયો વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/17193139/DhanShree-Chahal-07-300x235.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)