શોધખોળ કરો
Advertisement
ICCની ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગની યુજવેન્દ્ર ચહલે ઉડાવી મજાક, જાણો શું કરી કૉમેન્ટ
ઉલ્લેખનીય છે કે, યુજવેન્દ્ર ચહલની પૉસ્ટ પરની કૉમેન્ટ બાદ ફેન્સ પણ મજેદાર કૉમેન્ટ્સ કરી રહ્યાં છે
નવી દિલ્હીઃ ભારતના સ્પીન બૉલર યુજવેન્દ્ર ચહલે પોતાની ફિરકીમાં હવે આઇસીસીને પણ લપેટી લીધુ છે. ચહલે આઇસીસીના એક ટ્વીટની મજાક ઉડાવી છે. ખરેખર, આઇસીસીની પૉસ્ટ ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગનુ હતુ.
સામાન્ય રીતે ચહલ સાથી ક્રિકેટરો અને પોતાના ફેન્સની અવારનવાર મજાક ઉડાવતો રહે છે. ક્યારેક ચહલ ટીવી મારફતે તે ક્યારેક ટ્વીટર પર. હવે ચહલે આઇસીસીએ જાહેર કરેલી ટેસ્ટે બેટ્સમેનોના રેન્કિંગ વાળી પૉસ્ટની મજાક ઉડાવી છે.
ખરેખરમાં, આઇસીસીએ ટેસ્ટેના બેસ્ટ બેટ્સમેનોના નામની એક યાદી જાહેર કરી, આ પૉસ્ટમાં વિરાટ નંબર વન છે અને સાઉથ આફ્રિકાનો ક્વિન્ટૉન ડીકૉક નંબર 10 પર છે.
યુજવેન્દ્ર ચહલે આ પૉસ્ટની મજાક ઉડાવતા આઇસીસીને પુછ્યુ કે, આઇસીસી 10 બેટ્સમેનોના નામજ કેમ રેન્કિંગ લિસ્ટમાં બતાવે છે, જોકે, 11મુ નામ મારુ છે, તે કેમ નથી બતાવ્યુ. ચહલના આ કૉમેન્ટ એકદમ મજાકીય અંદાજમાં હતી. ઉલ્લેખનીય છે કે, યુજવેન્દ્ર ચહલની પૉસ્ટ પરની કૉમેન્ટ બાદ ફેન્સ પણ મજેદાર કૉમેન્ટ્સ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion