શોધખોળ કરો
Advertisement
જાડેજાની જગ્યાએ કોહલી આજની મેચમાં કયા મેચ વિનર ખેલાડીને રમાડશે? જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે ભારત ત્રણ ટી20 સીરીઝમાં પહેલાથી જ 1-0થી લીડ બનાવી ચૂક્યુ છે, અને આજની મેચ જીતીને ટી20 સીરીઝ પર કબજો જમાવવા પ્રયાસ કરશે
નવી દિલ્હીઃ પ્રથમ ટી20માં ભારતની શાનદાર જીત બાદ આજેની બીજી ટી20માં પણ ટીમ ઇન્ડિયા કાંગારુઓને માત આપવા પુરેપુરા પ્લાનિંગ સાથે મેદાનમાં ઉતરશે. પ્રથમ ટી20માં રવિન્દ્ર જાડેજાને છેલ્લી ઓવરમાં માથામાં બૉલ વાગતા તે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, જેથી ટી20 સીરીઝમાંથી બહાર થવુ પડ્યુ છે. રિપોર્ટ છેકે આજની બીજી ટી20માં જાડેજાની જગ્યાએ કોહલી સ્પિનર યુજવેન્દ્ર ચહલને મોકો આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે ભારત ત્રણ ટી20 સીરીઝમાં પહેલાથી જ 1-0થી લીડ બનાવી ચૂક્યુ છે, અને આજની મેચ જીતીને ટી20 સીરીઝ પર કબજો જમાવવા પ્રયાસ કરશે.
ખાસ વાત છે કે ચહલ પ્રથમ ટી20ની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન હતો, પરંતુ જાડેજાને બેટિંગ દરમિયાન માથામાં સ્ટાર્કનો બૉલ વાગતા, તે ફિલ્ડિંગ દરમિયાન મેદાન પર ન હતો આવી શક્યો, અને તેની જગ્યાએ આઇસીસીના કન્ક્શન નિયમ પ્રમાણે યુજવેન્દ્ર ચહલને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. ચહલે મેચમાં ધમાલ મચાવતી બૉલિંગ કરીને કાંગારુ ટીમને હારનો સામનો કરાવ્યો હતો. ખાસ વાત છે કે જાડેજાની જગ્યાએ મેદાનમાં ઉતરેલા ચહલે મેચમાં કમાલ કર્યો, ચહલે મેચમાં 4 ઓવરો ફેંકી અને 25 રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી.
(ફાઈલ તસવીર)
ચહલે કાંગારુ ટીમને ધ્વસ્ત કરતાં એરોન ફિન્ચ 35 રન, સ્ટીવ સ્મિથ 12 રન અને મેથ્યૂ વેડ 7 રને પેવેલિયન મોકલી દીધા હતા. આ ત્રણેય સ્ટાર ખેલાડીઓની વિકેટ લેવાના કારણે ચહલ જીતનો હીરો બન્યો હતો. ચહલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. ચહલ મેચ વિનર સાબિત થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion