શોધખોળ કરો
Advertisement
યુજવેન્દ્ર ચહલ હજુ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવા નથી માંગતો, જાણો શું છે તેની પાછળનું કારણ
હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં ચહલે પોતાની એક્સરસાઇઝ અને ટ્રેનિંગને લઇને પણ વાત કરી હતી. ઉપરાંત તેને આઇપીએલ રમવા અંગે પણ સવાલાનો જવાબો આપ્યા હતા
નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં ક્રિકેટની ગતિવિધિઓ અટકી ગઇ છે. કેટલાક દેશોના ખેલાડીએને ટ્રેનિંગ માટેની પરમીશન મળી ચૂકી છે. પરંતુ ક્યારે ક્રિકેટ શરૂ થશે તેની વાત હજુ સુધી ચાલી નથી. ત્યારે આ બધાની ભારતીય ટીમનો સ્પીનર યુજવેન્દ્ર ચહલ જાતે જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ડેબ્યૂને હાલની પરિસ્થિતિમાં નકારી રહ્યો છે. તે હાલ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર નથી.
તાજેતરમાં જ હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં યુજવેન્દ્ર ચહલે ખુલાસો કર્યો હતો કે, તે હાલ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર નથી. તેને જણાવ્યુ કે, તે આજકાલ ઓનલાઇન ડાન્સ ક્લાસ શીખી રહ્યો છે, અને ડાન્સ તેની હૉબીમાં સામેલ છે. ઉપરાંત તે લૉકડાઉન દરમિયાન મોબાઇલ પર ગેમ્સ પણ રમી રહ્યો છે.
ઇન્ટરવ્યૂમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાને લઇને મોટો ખુલાસો કર્યો, ચહલે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ સૌથી મોટુ પડકારરૂપ ફોર્મેટ છે, આમાં ખેલાડીઓની અસલી પરીક્ષા થાય છે. હું ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવા માંગુ છુ પણ હજુ હું ઘરેલુ ક્રિકેટમાં લાલ બૉલથી મારી જાતને સાબિત કરવા માંગુ છુ. ત્યારબાદ જ હુ ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ રમવાનુ વિચારી શકુ છુ. સ્પષ્ટરીતે કહુ તો હું હાલ ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર નથી.
હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં ચહલે પોતાની એક્સરસાઇઝ અને ટ્રેનિંગને લઇને પણ વાત કરી હતી. ઉપરાંત તેને આઇપીએલ રમવા અંગે પણ સવાલાનો જવાબો આપ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement