ટી20 વર્લ્ડકપ 2022 માટે ક્વૉલિફાય થઇ ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડની ટીમ, જુઓ તમામ 16 ટીમોનુ લિસ્ટ.......
ઝિમ્બાબ્વે પહેલા નેધરલેન્ડ્સ પણ આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ 2022 માટે ક્વૉલિફાય કરી ચૂકી છે. નેધરલેન્ડ્સે અમેરિકાને સેમિફાઇનલમાં સાત વિકેટથી હાર આપી હતી.
નવી દિલ્હીઃ ઝિમ્બાબ્વેએ પાપુઆ ન્યૂ ગિનીને 27 રનથ હરાવીને આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ 2022 માટે ક્વૉલિફાય કરી લીધુ છે. ઝિમ્બાબ્વે શુક્રવારે બુલાવાયોમાં રમાયેલી આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ ક્વૉલિફાયર બી 2022ની સેમિ ફાઇનલ 1 (ZIM vs PNG, Semi-Final 1 , ICC Mens T20 World Cup Qualifier B 2022) મેચમાં બેટિંગ કરતા 5 વિકેટ પર 199 રનનો વિશાળ સ્કૉર બનાવ્યો હતો, આના જવાબમાં પાપુઆ ન્યૂ ગિનીની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ પર 172 રન જ બનાવી શકી અને મેચ ઝિમ્બાબ્વેએ જીતી લીધી હતી.
ઝિમ્બાબ્વે પહેલા નેધરલેન્ડ્સ પણ આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ 2022 માટે ક્વૉલિફાય કરી ચૂકી છે. નેધરલેન્ડ્સે અમેરિકાને સેમિફાઇનલમાં સાત વિકેટથી હાર આપી હતી. તેને અમેરિકાને 19.4 ઓવરમાં 138 રન પર જ સમેટી દીધુ હતુ.
આ બન્ને ટીમોએ ક્વૉલિફાય કર્યા બાદ ટૂર્નામેન્ટમાં હવે 16 ટીમો પુરી થઇ ગઇ છે. આ ટીમોમાં સુપર 12માં તે ટીમો સામેલ છે, જેને સીધું જ આ ટૂર્નામેન્ટ માટે ક્વૉલિફાય કર્યુ છે.
આમાં યજમાન હોવાના કારણે ઓસ્ટ્રેલિયાને ડાયરેક્ટ એન્ટ્રી મળી છે, જ્યારે બાકીની 11 ટીમો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ભારત, નામીબિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સ્કૉટલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ સામેલ છે.
આ ઉપરાંત ગ્લૉબલ ક્વૉલિફાયર એમાથી આયરલેન્ડ અને અમેરિકા જ્યારે ક્વૉલિફાયર બીમાંથી નેધરલેન્ડ્સ અને ઝિમ્બાબ્વેની ટીમોએ આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ 2022 માટે ક્વૉલિફાય કર્યુ છે.
આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ માટે તમામ 16 ટીમો -
ઓસ્ટ્રેલિયા (હાલનુ ચેમ્પીયન)
2021 આઇસીસીસ પુરુષ ટી20 વર્લ્ડકપમાંથી ટૉપ 11 ટીમો- અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ભારત, નામીબિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સ્કૉટલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ.
ગ્લૉબલ ક્વૉલિફાયર એમાંથી ટૉપ બે ટીમો -
આયરલેન્ડ અને સંયુક્ત આરબ અમીરાત
ગ્લૉબલ ક્વૉલિફાયર બીમાંથી ટૉપ બે ટીમો -
નેધરલેન્ડ્સ અને ઝિમ્બાબ્વે
આ પણ વાંચો......
દરરોજ 50 રૂપિયાની બચત કરી 35 લાખ રૂપિયા મેળવો, જાણો, પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ
Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા
Gmail નો ઉપયોગ કરતો છો તો થઇ જાવ સાવધાન ! બ્લોક થઇ શકે છે તમારુ એકાઉન્ટ
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયો વરસાદ
GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ