શ્રીલંકા ક્રિકેટ ટીમના પહેલા ટેસ્ટ કેપ્ટનનુ નિધન, 68 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ
બંદુલા સુગર લેવલના વધ્યા બાદ આઇસીયુમાં ભરતી હતા. બંદુલા વર્ણપુરાએ 68 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા.
Sri Lanka first Test captain Died: શ્રીલંકા ક્રિકેટ ટીમ (Sri Lanka Cricket Team)ના પહેલા ટેસ્ટ કેપ્ટન બંદુલા વર્ણપુરા (Bandula Warnapura)નુ એક ખાનગી હૉસ્પીટલમાં સારવાર દરમિયાન નિધન થઇ ગયુ. તે સુગર લેવલના વધ્યા બાદ આઇસીયુમાં ભરતી હતા. બંદુલા વર્ણપુરાએ 68 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા.
શ્રીલંકાના પહેલા ટેસ્ટ કેપ્ટન હતા બંદુલા વર્ણપુરા-
ઉલ્લેખનીય છે કે બંદુલા વર્ણપુરા 1982માં શ્રીલંકામાં ઇંગ્લેન્ડના કોલંબોમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટના કેપ્ટન હતા. તેમને શ્રીલંકા માટે કુલ ચાર ટેસ્ટ અને 12 વનડે મેચો રમી હતી. જોકે, તેમની ક્રિકેટ કેરિયર તે સમયે નાની થઇ ગઇ જ્યારે 1982-83માં દક્ષિણ આફ્રિકા ટીમના પ્રવાસના કારણે તેમના પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો.
બંદુલા વર્ણપુરાએ 1991માં રાષ્ટ્રીય કૉચ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પ્રશાસક તરીકે પણ કામ કર્યુ. તેમને 1994માં ડાયરેક્ટર ઓફ કૉચિંગ નિયુક્ત કરવામાં આવ્યા. આ પછી બંદુલા વર્ણપુરાએ આઇસીસી મેચ રેફરી અને એક એમ્પાયર તરીકે પણ કામ કર્યુ. તે એશિયન ક્રિકેટ કાઉન્સિલના ડેવલપમેન્ટ મેનેજર પણ રહ્યાં.
બંદુલા વર્ણપુરાનો જન્મ 01 માર્ચ, 1953એ થયો હતો, તે 1975થી 1982 સુધી શ્રીલંકાની રાષ્ટ્રીય ટીમનો ભાગ રહ્યાં. તે જમણેરી બેટ્સમેન હતા, અને મધ્યમ ગતિથી ફાસ્ટ બૉલિંગ પણ કરી શકતા હતા. તેમને 57 ફર્સ્ટ ક્લાસ મેચો અને 33 લિસ્ટ-એ મેચો પણ રમી. તેમને પાકિસ્તાનની અંડર -25 ટીમ વિરુદ્ધ 154 રનોની શાનદાર ઇનિંગ રમી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિેકટમાં તેમના નામે 2280 રન અને લિસ્ટ-એમા તેમના નામે 579 રન છે.