હસીન જહાંએ શમી અને તેના પરિવાર વિરુદ્ધ કોલકાતામાં કેસ પણ કર્યો છે.
2/7
હસીન જહાંએ 6 માર્ચ 2018નાં રોજ મોહમ્મદ શમી પર અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવીને ખળભળાટ મચાવી દીધો હતો.
3/7
હસીન જહાંએ ફિલ્મ નિર્દેશક અને નિર્માતા સાથે પણ મુલાકાત કરી હતી. હસીન જહાં ફિલ્મમાં પણ જોવા મળી શકે છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
4/7
હવે મારા પર મારા દીકરાની જવાબદારી પણ છે. આ કારણે હું ફરી મોડલિંગની દુનિયામાં પરત ફરી છું. મને ફિલ્મ અને શોર્ટ ફિલ્મની ઓફર મળી છે.
5/7
હસીન જહાંએ જણાવ્યું હતું કે, મેં મોડલિંગમાં ઘણાં સંઘર્ષ કર્યા બાદ ઓળખ બનાવી હતી, પરંતુ શમીનાં કહેવા પર આ લાઈનથી દૂર થઈ ગઈ હતી.
6/7
લગભગ ચાર મહિનાથી ચાલી રહેલા વિવાદ બાદ હસીન જહાંએ મુંબઈમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આ દરમિયાન તેની ઘણાં ફિલ્મ નિર્દેશકો અને નિર્માતાઓ સાથે મુલાકાત પણ થઈ હતી. ગાઝિયાબાદનાં ફિલ્મ નિર્દેશક આનંદ કુમાર સાથે હસીન જહાંએ ચર્ચા પણ કરી હતી. તેની સાથે બાયોપિક માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
7/7
નવી દિલ્હી: ક્રિકેટર પતિ મોહમ્મદ શમી સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે 4 વર્ષ બાદ હસીન જહાં એકવાર ફરી મોડલિંગની દુનિયામાં પરત ફરી રહી છે. લગ્ન બાદ શમીનાં કહેવા પર તેણે 2014માં મોડલિંગની દુનિયાને વિદાય આપી દીધી હતી. જોકે હવે તે ભરી મોડલિંગની દુનિયામાં પોતાનો જલવો બતાવશે.