શોધખોળ કરો
Advertisement
ટીમ ઇન્ડિયાના આ પૂર્વ ક્રિકેટર પર લંડનમાં રહેતી મહિલાએ લાગવ્યો ચોંકાવનારો આરોપ, જાણો વિગતે
સર્વપ્રિયા વિહારના એક એપોર્ટમેન્ટમાં બીજા માળે મહિલાનું મકાન છે. જ્યારે એપાર્ટમેન્ટના પહેલા માળે મનોજ પ્રભાકર રહે છે.
નવી દિલ્હીઃ દિલ્હીના માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ક્રિકેટર મનોજ પ્રભાકર, તેની પત્ની ફરહીન પ્રભાકર, દીકાર અને સહયોગી સંજીવ ગોયલ ઉપરાંત બે અજ્ઞાત લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ છેતરપિંડી, ષડયંત્ર અને આપરાધિક ષડયંત્રની છે. મનોજ પ્રભાકર સહિત અન્ય આરોપીએ પર લંડનમાં રહેતા એક વૃદ્ધ મહિલાના ફ્લેટ પર કબ્જો કરવા અને ધમકી આપવાનો આરોપ છે. પીડિત મહિલાનું નામ સંધ્યા શર્મા પંડિત છે.
સર્વપ્રિયા વિહારના એક એપોર્ટમેન્ટમાં બીજા માળે મહિલાનું મકાન છે. જ્યારે એપાર્ટમેન્ટના પહેલા માળે મનોજ પ્રભાકર રહે છે. રિપોર્ટ પ્રમાણે ફ્લેટના નકલી દસ્તાવેજો બનાવીને મહિલાના ફ્લેટનું તાળું તોડી નાખવામાં આવ્યું હતું અને તેમના એક જાણકારને ત્યાં રાખવામાં આવ્યો હતો.
આરોપમાં એવું કહેવામાં આવ્યું કે મહિલાનો બધો સામાન પણ ચોરાઈ ગયો હતો. ઉપરાંત મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી હતી અને દોઢ કરોડ રૂપિયાની માગ કરવામાં આવી રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement