શોધખોળ કરો
Advertisement
IND Vs SA: ધવનની થઈ શકે છે વનડે ટીમમાં વાપસી, આ સ્ટાર ખેલાડીઓને પણ મળી શકે છે સ્થાન
BCCIએ હજુ સુધી બે નવા સિલેક્ર્સની નિમણૂંક કરી નથી. માટે શક્યતા છે કે એમએસકે પ્રસાદની આગેવાનીવાળી જ સિલેક્શન કમિટી જ સાઉથ આફ્રીકા માટે વનડે સીરીઝ માટે ટમની પસંદગી કરશે.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટેસ્ટ સીરીઝમાં 2-0થી કારમી હારનો સામનો કર્યા બાદ ટીમ ઇન્ડિયા 12 માર્ચતી ત્રણ મેચની વનડે સીરીઝ રમશે. આ સીરીઝ 29 માર્ચથી શરૂ થવા જઈ રહેલ આઈપીએલ પહેલા ટીમ ઇન્ડિાયની અંતિમ સીરિઝ છે. સાઉથ આફ્રીકા વિરૂદ્ધ વનડે સીરિઝમાં ઈજાને કારણે ટીમમાંથી બહાર ચાલી રહેલ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની વાપસી થઈ શકે છે. જોકે રોહિત શર્માની આ સીરિઝમાં રમવાની સંભાવના ઓછી છે.
BCCIએ હજુ સુધી બે નવા સિલેક્ર્સની નિમણૂંક કરી નથી. માટે શક્યતા છે કે એમએસકે પ્રસાદની આગેવાનીવાળી જ સિલેક્શન કમિટી જ સાઉથ આફ્રીકા માટે વનડે સીરીઝ માટે ટમની પસંદગી કરશે. આ સીરિઝમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઇજાગ્રસ્ત થનાર ધવનની વાપસી થવાનું નક્કી ગણાય છે. વિતેલા વર્ષે વનડે વર્લ્ડકપ બાદ જ વારંવાર ઇજાગ્રસ્ત થયેલ હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારની વાપસી પણ લગભગ નક્કી છે. હાર્દિક પંડ્યા છેલ્લા 6 મહિનાથી ક્રિકેટથી દૂર છે.
જોકે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ઈજાને કારણે વનડે અને ટેસ્ટ સીરિઝ ન રમી શકનાર રોહિત શર્માની વાપસી મુશ્કેલ છે. રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન અંતિમ ટી20માં ઇજા થઈ હતી. અને તેને 6 સપ્તાહનો આરામ કરવામાં માટે કહેવામાં આવ્યું હતું. રોહિત શર્મા હવે સીધા જ આઈપીએલમાં રમતા જોવા મળશે.
આ ખેલાડીઓને મળી શકે છે તક
ઉપરાંત સાઉથ આફ્રીકા વિરૂદ્ધ સીરિઝમાં નવા યુવા ચહેરાને પણ ટીમમાં સ્થાન મળી શકે છે. શુભમન ગિલ, શાહબાજ નદીમ, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન અને રાહુલ ચહર એવા ખેલાડી છે જેમને ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવા બદલ ઇનામ મળી શકે છે.
જોકે કેટલાક એવા પણ ચહેરા છે જેમને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ખરાબ પ્રદર્શન બદલ બહારનો રસ્તો બતાવવામાં આવી શેક છે. મયંક અગ્રવાર, શિવમ દુબે, કેદાર જાધવ અને શાર્દુલ ઠાકરુને દક્ષિણ આફ્રીકા પ્રવાસમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion