નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. બુધવારે ધોની તેના સૌથી પસંદગીના મેદાન વિશાખાપટ્ટનમમાં પણ વેસ્ટઈન્ડિઝ સામે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. આ મેચમાં ધોનીએ માત્ર 20 ન બનાવ્યા હતા.
3/5
તેણે ટ્વિટ કરીને લખ્યું કે, ધોની આજે જે રીતે આઉટ થયો તે માન્યમાં નથી આવતું. તેનો મોટો ફેન હોવા છતાં મારા દિમાગમાં એવો વિટાર આવે છે કે હવે તેણે ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે. મારી સાથે અસહમત થવા માટે તમારું સ્વાગત છે. તેના આ ટ્વિટ પર યૂઝર્સને મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેટલાકે ધોનીને હજુ પણ વનડે ક્રિકેટનો શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો છે.
4/5
ધોની માટે વિશાખાપટ્ટનમ મેદાન ઘણું નસીબવતું સાબિત થયું છે. ધોનીએ તેના કરિયકની શરૂઆત બાંગ્લાદેશ સામે આ મેદાન પરથી જ કરી હતી પરંતુ તેને ખરી ઓળખ 2005માં પાકિસ્તાન સામે અહીં 123 બોલમાં 148 રનની ઈનિંગ રમીને મળી હતી. જે બાદ ધોનીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.
5/5
ધોનીના આ પ્રદર્શનના કારણે ક્રિકેટ ફેન્સ સિવાય કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી બાબુલ સુપ્રિયો પણ નારાજ છે. તેમણે ધોનીની બેટિંગથી નારાજ થઈ તેને સંન્યાસ લેવાની સલાહ આપી દીધી છે. જોકે, સુપ્રિયોએ ખુદનો ધોનીનો સૌથી મોટો ફેન ગણાવ્યો અને કહ્યું કે જે રીતે આજકાલ ધોની આઉટ થઈ રહ્યો છે તે સ્વીકાર્ય નથી.