શોધખોળ કરો
પાંચમી વન-ડેમાં ધોની સહિતના ખેલાડીઓએ પહેરી તેમની માતાના નામની જર્સી, જાણો તે પાછળનું રહસ્ય

વિશાખાપટ્ટનમઃ વિશાખાપટ્ટનમ ખાતે રમાઇ રહેલી ન્યૂઝિલેન્ડ વિરુદ્ધની ચોથી વન-ડેમાં ભારતીય ટીમના ખેલાડીઓની જર્સી જોઇને ચોંકી ના ઉઠતા નહીં. ભારતીય ક્રિકેટર્સનો બદલાયેલો અંદાજ જોવા મળશે. ભારતીય ક્રિકેટર્સની જર્સી તો સમાન રંગની જ રહેશે. ખેલાડીઓના નંબર પણ એ જ રહેશે પરંતુ તેમની પીઠ પાછળ લખવામાં આવતા તેમના નામને બદલે તેમની માતાના નામ લખાયેલા જોવા મળશે. વાસ્તવમાં બીસીસીઆઇએ ક્રિકેટર્સના કરિયરમાં માતાના યોગદાનને જોતા દિવાળીના અવસર પર આ અનોખો પ્રયોગ કર્યો છે. કેપ્ટન ધોની તેમની માતા દેવકી, રહાણે સુજાતા તો કોહલી તેમની માતા સરોજના નામની જર્સી પહેરતા જોવા મળશે. વાસ્તવમાં સ્ટાર પ્લસ મારફતે ચલાવવામાં આવતા અભિયાન નવી સોચ લોકોની વિચારસરણી બદલવા માંગે છે. આ અભિયાન સાથે કોહલી, રહાણે અને ધોની જોડાયેલા છે.
વધુ વાંચો



















