શોધખોળ કરો
Advertisement
મહેન્દ્રસિંહ ધોની બાદ હવે આ વિકેટકીપર પર બનશે ફિલ્મ, આ એક્ટર કરશે રૉલ
મુંબઇઃ બૉલીવુડ અને રમતને ખુબ જુનો સંબંધ છે, પહેલાથી જ બૉલીવુડમાં ખેલાડીઓ ઉપર ફિલ્મો બની રહી છે. તાજેતરમાંજ પૂર્વ ભારતીય કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની પર બાયૉપિક બની હતી, જેમાં સુશાંત સિંહ રાજપૂતે ખાસ રૉલ નિભાવ્યો હતો. લોકોએ તેને ખુબ પસંદ કરી હતી. હવે મહેન્દ્ર સિંહ ધોની બાદ વધુ એક વિકેટકીપર પર ફિલ્મ બનવા જઇ રહી છે.
સુ્ત્રો અનુસાર, ભારતના સ્ટાર ક્રિકેટર અને વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક પર હવે બાયૉપિક બનવા જઇ રહી છે. કહેવાઇ રહ્યુ છે કે મેકર્સે ફિલ્મ માટે અધિકારો લેવાની ઔપચારિકતા પુરી કરી દીધી છે, હવે ટુંક સમયમાં જ મેકર્સ ફિલ્મની જાહેરાત કરી કરી દેશે. સુત્રો અનુસાર એક્ટર વિક્રાંત મેસ્સીને એપ્રૉચ કરવામાં આવી શકે છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, એક્ટર વિક્રાંત મેસ્સીનો ચહેરો દિનેશ કાર્તિક સાથે મેચ થાય છે, અને તેનું સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ પર રહ્યું છે. વિક્રાંતે કહ્યું કે, મને આનંદ થશે જો મને દિનેશ કાર્તિકની બાયૉપિકમાં કામ કરવા મળશે તો..
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement