શોધખોળ કરો
Advertisement
2 વખત વર્લ્ડ કપ જીતાડનાર આ ખેલાડી શર્ટ કાઢીને છોકરીઓ સાથે રસ્તા પર મસ્તી કરતો જોવા મળ્યો, જુઓ Video
ડ્વેન બ્રાવોનો આ વીડિયો પોતાના દેશ ત્રિનિદાદ-ટોબેગોથી પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં બ્રાવો ત્રિનિદાદ-ટોબેગોના કાર્નિવલમાં મજા માણતો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડિઝના ખેલાડીઓ તેની રંગીન મીજાજ માટે જાણીતા છે. ક્રિસ ગેલ, આંદ્રે રસેલ સોશિયલ મીડિયા પર મસ્તી કરતાં જોવા મળતા હોય છે. આ ખેલાડીઓમાં ડ્વેન બ્રાવોનું નામ પણ સામેલ છે. ડ્વેન બ્રાવોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રસ્તા પર શર્ટલેસ ફરી રહ્યો છે. આ વીડિયો બ્રાવોએ ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે રસ્તા પર ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે.
ડ્વેન બ્રાવોનો આ વીડિયો પોતાના દેશ ત્રિનિદાદ-ટોબેગોથી પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં બ્રાવો ત્રિનિદાદ-ટોબેગોના કાર્નિવલમાં મજા માણતો જોવા મળી રહ્યો છે. ત્રિનિદાદ ટોબેગોમાં કાર્નિવલ 24 ફેબ્રુઆરીના રોજ શરૂ થયો. આ કાર્નિવલ બે દિવસ સુધી ચાલે છે. આ કાર્નિવલમાં લોકો રંગબેરંગી પોશાક પહેરીને રસ્તા પર નીકળે છે. ડ્વેન બ્રાવો પણ આ કાર્નિવલમાં એન્જોય કરતો જોવા મળ્યો.
ઉલ્લેખનીય છે કે ડ્વેન બ્રાવો ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. પરંતુ કાયરાન પોલાર્ડના કેપ્ટન બન્યા બાદ તેણે નિવૃત્તિ પરત લઈ લીધી. ડ્વેન બ્રાવોને વેસ્ટ ઇન્ડીઝની ટી 20 ટીમમાં પણ સ્થાન મળ્યું છે. શ્રીલંકા સામે બે દિવસીય ટી -20 શ્રેણી માટે તેને વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં સ્થાન મળ્યું છે. વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકાની વચ્ચે ટી-20 મેચ કેંડીમા રમવામાં આવશે. જોકે, શ્રીલંકા સામેની ટી -20 સિરીઝ પછી, બ્રાવો સીધો ભારત આવશે. જ્યાં તે ચેન્નાઈ સુપરકિંગ્સના પ્રેક્ટિસ કેમ્પમાં જશે. આ શિબિર ચેન્નઇના ચેપૉક સ્ટેડિયમ ખાતે યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે ધોની પણ 2 માર્ચે આ કેમ્પમાં જોડાશે. રૈના અને અંબાતી રાયડુ પહેલાથી જ તે કેમ્પમાં આઈપીએલની તૈયારી કરી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
બિઝનેસ
Advertisement