Neeraj Chopra Wins: નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસનને હરાવી જીતી દોહા ડાયમંડ લીગ
Neeraj Chopra Wins: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ નવી સિઝનની શાનદાર શરૂઆત કરી છે. નીરજ ચોપરાએ 5મી મે (શુક્રવાર)ના રોજ દોહા ડાયમંડ લીગનું ટાઇટલ જીત્યું.

Neeraj Chopra Wins: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ નવી સિઝનની શાનદાર શરૂઆત કરી છે. નીરજ ચોપરાએ 5મી મે (શુક્રવાર)ના રોજ દોહા ડાયમંડ લીગનું ટાઇટલ જીત્યું. દોહાના કતાર સ્પોર્ટ્સ ક્લબમાં આયોજિત સ્પર્ધામાં નીરજે પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટર ભાલો ફેંક્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ચેક ખેલાડી જેકોબ વાડલેજ બીજા ક્રમે રહ્યો હતો. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ ત્રીજા સ્થાને છે. ગયા વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એન્ડરસન પીટર્સે નીરજ ચોપરાને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.
Olympic champion Neeraj Chopra wins men's javelin throw event in prestigious Doha Diamond League meet
— Press Trust of India (@PTI_News) May 5, 2023
દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરાનું પ્રદર્શન
પ્રથમ પ્રયાસ - 88.67 મી
બીજો પ્રયાસ - 86.04 મી
ત્રીજો પ્રયાસ - 85.47 મી
ચોથો પ્રયાસ - એક્સ
પાંચમો પ્રયાસ - 84.37મી
છઠ્ઠો પ્રયાસ - 86.52 મી
આ ધાકડ ખેલાડી લેશે કેએલ રાહુલની જગ્યા
લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ ઈજાને કારણે આઈપીએલ 2023ની બાકીની સીઝનમાંથી બહાર થઈ ગયો હતો. આરસીબી સામેની મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે ચેન્નાઈ સામે મેદાનમાં ઉતર્યો નહોતો. હવે લખનૌએ કેએલ રાહુલના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. કેએલ રાહુલની જગ્યાએ કરુણ નાયરને લખનૌની ટીમમાં જગ્યા મળી છે. LSGએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. નાયર આ પહેલા પણ આઈપીએલમાં ઘણી ફ્રેન્ચાઈઝીનો ભાગ રહી ચૂક્યો છે.
આઈપીએલ કરિયર
કરુણ નાયરે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 76 IPL મેચ રમી છે. આ દરમિયાન તેણે 68 ઇનિંગ્સમાં 23.75ની એવરેજ અને 127.75ની સ્ટ્રાઇક રેટથી 1,496 રન બનાવ્યા હતા. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 10 અડધી સદી પણ ફટકારી છે. નાયરનો સર્વોચ્ચ સ્કોર અણનમ 83 રન છે. કરુણ IPL 2021-13માં RCBનો ભાગ હતો. આ પછી તે 2014, 2015 અને 2022માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો. તે IPL 2016-2017માં દિલ્હી ડેરડેવિલ્સ અને 2018-2020માં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમનો ભાગ હતો.
રાહુલે કરી હતી આ વાત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
