શોધખોળ કરો
Advertisement
ટેસ્ટમાં આ ટીમ ફક્ત 38 રનમાં ઓલઆઉટ, એક બેટ્સમેન જ બે આંકડે પહોંચ્યો
ટેસ્ટ મેચમાં સૌથી ઓછો સ્કોરનો રેકોર્ડ ન્યૂઝિલેન્ડના નામે છે. તે ઇગ્લેન્ડ સામે 1955માં ઓકલેન્ડમાં ફક્ત 26 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
નવી દિલ્હીઃ ઇગ્લેન્ડે ઐતિહાસિક લોર્ડ્સ સ્ટેડિયમાં આયરલેન્ડ પર શાનદાર જીત હાંસલ કરી છે. ઇગ્લેન્ડની ટીમે આયરલેન્ડને સામેની એકમાત્ર ટેસ્ટ મેચ 143 રનથી જીતી લીધી છે. આયરલેન્ડને જીતવા માટે ઇગ્લેન્ડે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા આયરલેન્ડની ટીમ ફક્ત 15.4 ઓવરમાં 38 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આયરલેન્ડ તરફથી એકમાત્ર બેટ્સમેન ડબલ આંકડા સુધી પહોંચી શક્યો હતો. ઇગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે છ અને સ્ટુઅર્ટ બ્રોડે ચાર વિકેટ ઝડપી હતી.
ઇગ્લેન્ડની જીતમાં ક્રિસ વોક્સે 17 રન આપીને સૌથી વધુ છ વિકેટ ઝડપી જ્યારે સ્ટુઅર્ટ બ્રોડે 19 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ અગાઉ ઇગ્લેન્ડની બીજી ઇનિંગ 303 રનમાં સમેટાઇ ગઇ હતી પરિણામે ઇગ્લેન્ડે આયરલેન્ડ પર 181 રનની લીડ મેળવી હતી.
આયરલેન્ડની ઇનિંગમાં એકમાત્ર બેટ્સમેન જેમ્સ મૈક્કોલમ (11) ડબલ આંકડા સુધી પહોંચી શક્યો હતો. નોંધનીય છે કે આયરલેન્ડે ઇગ્લેન્ડને ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પ્રથમ ઇનિંગમાં 85 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જેના જવાબમાં આયરલેન્ડની ટીમે પ્રથમ ઇનિંગમાં 207 રન ફટકાર્યા હતા.
ટેસ્ટના ઇતિહાસમાં સૌથી ઓછા સ્કોરના રેકોર્ડની વાત કરવામાં આવે તો આયરલેન્ડની ટીમે સાતમા નંબરનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે. ટેસ્ટ મેચમાં સૌથી ઓછો સ્કોરનો રેકોર્ડ ન્યૂઝિલેન્ડના નામે છે. તે ઇગ્લેન્ડ સામે 1955માં ઓકલેન્ડમાં ફક્ત 26 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion