શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: ઇગ્લેન્ડે બાંગ્લાદેશને 106 રને હરાવ્યું, જેસન રોયના 153 રન
બાંગ્લાદેશના કેપ્ટન મશરફે મુર્તઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
કાર્ડિફઃ જેસન રોયના 153 રનની મદદથી ઇગ્લેન્ડે બાંગ્લાદેશને 106 રનથી હરાવ્યું હતું. 387 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 48.5 ઓવરમાં 280 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ અગાઉ ઇગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 386 રન ફટકાર્યા હતા. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને શાનદાર સદી ફટકારી હતી પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો. તેના સિવાય એક પણ બાંગ્લાદેશી બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો હતો. ઓપનર સૌમ્ય સરકાર બે રન બનાવી આઉટ થયો હતો. બાદમાં તમીમ ઇકબાલ 19, મુશ્ફિકુર 44 અને મિથુન 0 રન પર આઉટ થયા હતા.
આ અગાઉ બાંગ્લાદેશના કેપ્ટન મશરફે મુર્તઝાએ ઈંગ્લેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 386 રન બનાવ્યા હતા. જે તેનો વર્લ્ડકપનો સર્વોચ્ચ સ્કોર છે. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર જેસન રોયે 153 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે સિવાય બટલરે 64, બેયરસ્ટો 51 અને મોર્ગને 35 રનની ઇનિંગ રમી હતી. પ્લેંકેટ 9 બોલમાં 27 રન અને ક્રિસ વોક્સ 8 બોલમાં 18 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મહેંદી હસને 10 ઓવરમાં 67 રન આપી બે વિકેટ ઝડપી હતી. સૈફુદીને પણ 9 ઓવરમાં 78 રન આપી 2 વિકેટ લીધી હતી.
ઇગ્લેન્ડના ઓપનર જેસન રોય અને જોની બેયરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 19.1 ઓવરમાં 128 રનની ભાગીદારી કરી હતી. જે દરમિયાન તેમણે એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. બેયરસ્ટો 51 રન બનાવી આઉટ થયો હતો. જેસન રોય 153 રન બનાવી આઉટ થયો હતો. રોયે વર્લ્ડકપમાં પોતાની મેડન સદી ફટકારી હતી. તેણે 91 બોલમાં 100 રન પૂરા કર્યા હતા. 1996 બાદ માત્ર ત્રીજી વખત ઈંગ્લેન્ડના બંને ઓપનરોએ 50+નો સ્કોર બનાવ્યો હતો.
ઇગ્લેન્ડે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. ઇગ્લેન્ડે મોઇન અલીના સ્થાન પર લિયામ પ્લંકટને તક આપી છે. બાંગ્લાદેશે પોતાની ટીમમાં કોઇ ફેરફાર કર્યો નથી.
વર્લ્ડકપ 2019: આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો, ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે બદલાવ, જાણો વિગત હવે ચાલુ ટ્રેનમાં લઈ શકાશે માલિશની મજા, ભારતીય રેલવે શરૂ કરશે ખાસ સર્વિસ, જાણો કેટલા રૂપિયા ખર્ચવા પડશેOur record World Cup score ✅ Highest ODI total at Sophia Gardens ✅ Highest innings total of #CWC19 so far ✅ First team ever to score 300+ in seven consecutive ODI innings ✅
Scorecard: https://t.co/eH5XOI6gaY#ExpressYourself #CWC19 #WeAreEngland pic.twitter.com/srdZQK4V6x — England Cricket (@englandcricket) June 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement