શોધખોળ કરો
Advertisement
આવતીકાલથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ,પ્રથમ મેચમાં ઇગ્લેન્ડ-સાઉથ આફ્રિકા ટકરાશે
પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા અને ઇગ્લેન્ડ ટકરાશે. આ મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગ્યે થશે
નવી દિલ્હીઃ આવતીકાલથી ઇગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત થશે. પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા અને ઇગ્લેન્ડ ટકરાશે. આ મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગ્યે થશે. ઇગ્લેન્ડ જાણે છે કે વર્લ્ડકપ જીતવાની તેના માટે સારી તક છે કારણ કે આ વર્લ્ડકપમાં તેને ઘરેલુ મેદાનનો લાભ મળશે અને તેને જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ઇગ્લેન્ડ અત્યાર સુધી એક પણ વર્લ્ડકપ જીતી નથી. હાલમાં ઇગ્લેન્ડ઼ વન-ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન ધરાવે છે. નોંધનીય છે કે ગયા વર્લ્ડકપમાં ઇગ્લેન્ડ પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઇ ગઇ હતી.
ઇગ્લેન્ડ પાસે જેસન રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, મોર્ગન અને જોસ બટલર જેવા બેટ્સમેન છે એકલા હાથે ટીમને વિજય અપાવવા સક્ષમ છે. બીજી તરફ સાઉથ આફ્રિકાને વર્લ્ડકપમાં ખૂબ નિરાશા સાંપડી છે. સાઉથ આફ્રિકા પણ અત્યાર સુધીમાં એક પણ વર્લ્ડકપ જીતી નથી. સાઉથ આફ્રિકાના કોચના મતે બધુ દબાણ ઇગ્લેન્ડ પર છે. વન-ડેની નંબર વન ટીમ સામે રમવું એક સારી શરૂઆત હશે કારણ કે અમને ખ્યાલ છે કે અમે કેવી ટીમ છીએ અને આગળ અમારે કેવી રીતે રમવાનું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement