શોધખોળ કરો
ઈંગ્લેન્ડની આ મહિલા ક્રિકેટરની તસવીર પર ચહલને કોમેન્ટ કરવી ભારે પડી? જાણો કેમ
ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વેટને ફરી એકવાર ચહલની મજા લીધી હતી. ચહલે વેટની એક તસવીર પર કોમેન્ટ કરી હતી જેનો જવાબ તેને ખૂબ જ રમૂજી અંદાજમાં આપ્યો

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો સ્પિન બોલર યુજવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે. તે પોતાની મસ્તી માટે પણ ઘણો જ જાણીતો છે. ચહલ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મસ્તીના વીડિયો સતત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતો રહે છે. પરંતુ આ વખતે ચહલને મજાક કરવી ભારે પડી હતી.
ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વેટને ફરી એકવાર ચહલની મજા લીધી હતી. ચહલે વેટની એક તસવીર પર કોમેન્ટ કરી હતી જેનો જવાબ તેને ખૂબ જ રમૂજી અંદાજમાં આપ્યો હતો. ઈંગ્લેન્ડની વિસ્ફોટક બેટ્સમેન ડેનિયલે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તેઓ નેટમાં પ્રેક્ટિસ દરમિયાન મોટા શોટ રમતાં જોવા મળી રહ્યાં હતાં. આ ફોટ શેર કરી વેટે કેપ્શનમાં લખ્યું હતું કે, મેલબર્ન પરત ફરી સારું લાગ્યું.

આ તસવીર પર ચહલે પણ કોમેન્ટ કરતા 666666 અને સાથે હસવાવાળી ઈમોજી પોસ્ટ કરી હતી. ચહલ વેટને એક ઓવરમાં 6 છગ્ગા લગાવવાનું કહી રહ્યો હતો. ચહલની આ કોમેન્ટ પર જવાબ આપતાં વેટે પણ ગમ્મત કરતા લખ્યું હતું કે, હાં, જો તમે બોલિંગ કરો તો.’ આ સાથે જ તેણે પણ ઈમોજી પોસ્ટ કરી હતી. આ પહેલા પણ બંને ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે ગમ્મત કરતા જોવા મળી ચૂક્યા છે.
વધુ વાંચો
Advertisement