EURO 2024: જ્યોર્જિયાએ પોર્ટુગલને 2-0થી હરાવીને ઈતિહાસ રચ્યો, નોકઆઉટમાં કરી એન્ટ્રી
જ્યોર્જિયાએ પોર્ટુગલ પર જીત મેળવીને યુરો 2024માં મોટો ઉલટફેર કરી દીધો છે. પોર્ટુગલે 2022 વિશ્વકપ પછી હજુ સુધી કોઈ મેચ હારી નહોતી.
EURO 2024: યુરો 2024 હવે રોમાંચક તબક્કામાં પહોંચી રહ્યું છે. અહીં દરરોજ નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. બુધવારે જ્યોર્જિયા અને પોર્ટુગલની ફુટબોલ મેચે દર્શકોને પણ રોમાંચથી ભરી દીધા. જ્યોર્જિયાએ પોર્ટુગલ પર ઐતિહાસિક જીત મેળવીને પ્રથમ વખત અંતિમ 16માં પ્રવેશ કર્યો છે. જ્યોર્જિયાએ પોર્ટુગલને 2-0થી હરાવીને આ જીત મેળવી છે. જ્યોર્જિયાની આ જીત એક મુખ્ય આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભૂતપૂર્વ સોવિયેત ગણરાજ્યની પ્રથમ ઐતિહાસિક જીત છે.
જ્યોર્જિયાએ રમતના બીજા મિનિટમાં જ ગોલ કરીને આગળ વધવાનું શરૂ કર્યું હતું. ટીમના ખવિચા ક્વારાત્સખેલિયાએ જ્યોર્જિયા તરફથી મેચની શરૂઆતમાં જ ગોલ કરીને જીતની પૃષ્ઠભૂમિ તૈયાર કરી દીધી હતી. બીજા હાફમાં જ્યોર્જેસ મિકૌતાડેજે પેનલ્ટી કોર્નરમાં 57મી મિનિટે જ ગોલ કરીને જ્યોર્જિયાને 2-0થી આગળ કરી દીધું.
જ્યોર્જિયાએ પોર્ટુગલ પર જીત મેળવીને યુરો 2024માં મોટો ઉલટફેર કરી દીધો છે. પોર્ટુગલે 2022 વિશ્વકપ પછી હજુ સુધી કોઈ મેચ હારી નહોતી. આવી સ્થિતિમાં પોર્ટુગલ જેવી દિગ્ગજ ટીમને હરાવવાની સાથે જ્યોર્જિયાની ટીમે જીત પછી દર્શકોનું પણ ખૂબ મનોરંજન કર્યું. ટીમે મેચમાં અંતિમ સીટી વાગ્યા પછી ઘણા સમય સુધી ચાહકો સાથે ઉજવણી કરી.
🇬🇪 Debutants Georgia book last-16 spot!#EURO2024 | #GEOPOR pic.twitter.com/2YwghjKT01
— UEFA EURO 2024 (@EURO2024) June 26, 2024
મેચના બીજા મિનિટમાં જ પોર્ટુગલ પર ગોલ કરનાર જ્યોર્જિયા ટીમના ખવિચા ક્વારાત્સખેલિયાએ કહ્યું, "અમે હમણાં જ ઇતિહાસ રચ્યો છે, આ જીત વિશે કોઈને વિશ્વાસ નહીં થાય કે અમે પોર્ટુગલ જેવી ટીમને હરાવીને નોકઆઉટમાં જગ્યા બનાવવામાં સફળ થઈ શક્યા. જ્યોર્જિયા એક મજબૂત અને લડાયક ટીમ છે."