શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ કપને ફિક્સિંગથી બચાવવા ટીમ સાથે હોટલમાં રોકાશે આ વ્યક્તિ
નોંધનિય છે કે, આઇસીસી એ ક્રિકેટને ફિક્સિંગ અને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવા માટે ખુબ જ સક્રિય છે.
નવી દિલ્હીઃ પ્રથમ વખત આઈસીસી વર્લ્ડ કપમાં તમામ 10 ટીમોની સાથે એન્ટી કરપ્શન અધિકારી રહેશે જેથી ટૂર્નામેન્ટમાં કોઈ મેચ ફિક્સિંગ જેવી ઘટના ન બને. ડેલી ટેલિગ્રાફના અહેવાલ અનુસાર આઈસીસી દરેક ટીમની સાથે એક એન્ટી કરપ્શન અધિકારી રાખશે જે પ્રેક્ટિસ મેચથી લઈને ટૂર્નામેન્ટની પૂરી થાય ત્યાં સુધી સાથે રહેશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. ‘હવે એક જ અધિકારી દરેક ટીમ સાથે અભ્યાસ મેચથી લઇ ટૂર્નામેન્ટના અંત સુધી રહેશે અને તે જ હોટલમાં રોકાશે, જ્યાં ટીમ રોકાશે. આ વિશ્વકપને ફિક્સિંગ અને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવાની આઇસીસીનું મહત્વપૂર્ણ પગલું છે.’
નોંધનિય છે કે, આઇસીસી એ ક્રિકેટને ફિક્સિંગ અને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવા માટે ખુબ જ સક્રિય છે. આઇસીસીએ શનિવારે શ્રીલંકાના પરફોર્મન્સ વિશ્લેષક સનત જયસુંદરાને આઇસીસી ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ઉલ્લંઘનના બે ગુના માટે આરોપિત કર્યો હતો. જયસુંદરાને તાત્કાલીક અસરથી કામ ચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement