શોધખોળ કરો
આફ્રીકાની ટીમને લાગ્યો મોટો ઝાટકો, આ ખેલાડીએ ટી20 અને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડી
ફાફ ડુ પ્લેસીની કેપ્ટનશીપમાં છેલ્લા ઘણાં સમયથી દક્ષિણ આફ્રીકની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે.

નવી દિલ્હીઃ ફાફ ડુ પ્લેસીએ આફ્રીકા ટેસ્ટ અને ટી20 ઇન્ટરનેશનલ ટીમના કેપ્ટન તરીકે રાજીનામું આપ્યું છે. વનડે ટીમમાં તેનીજગ્આએ પહેલાથી જ ક્વિંટન ડોકોકને ફુલટાઈમ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચની ટી20 ઇન્ટરનેશનલ સીરીઝમાં પણ ક્વિંટન ડિકોક જ ટીમના કેપ્ટન હતા, જ્યારે ફાફ ડુ પ્લેસીને ટીમમાંથી આરામ આપવામાં આવ્યો હતો. હાલમાં જ ફાફ ડુ પ્લેસીની કેપ્ટનશીપમાં દક્ષિણ આફ્રીકાને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચાર મેચની ઘરેલુ ટેસ્ટ સીરીઝમાં 1-3થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
ડુપ્લેસિસે ડિસેમ્બર 2012માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી20 સીરીઝમાં આફ્રીકાની કેપ્ટનશિપ સંભાળી હતી. તેણે ત્રણેય ફોર્મેટમાં સાઉથ આફ્રીકા માટે 112 ઇન્ટરનેશનલ મેચની કેપ્ટનશિપ કરી છે જેમાંથી 69 મેચમાં તેની ટીમને જીત મેળવી હતી.
ફાફ ડુ પ્લેસીની કેપ્ટનશીપમાં છેલ્લા ઘણાં સમયથી દક્ષિણ આફ્રીકની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ક્રિકેટ દક્ષિણ આફ્રીકાએ 17 ફેબ્રુઆરીએ તેની પુષ્ટિ કરી છે. ડુપ્લેસીએ કહ્યું, ‘દક્ષિણ આફ્રીકા ક્રિકેટ નવી જનરેશમાં આવી ગઈ છે, નવી લીડરશિપ, નવા ચેહરા, નવા પડકાર અને નવી રણનીતિ. હું હજુ પણ દક્ષિણ આફ્રીકીની ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં એક ખેલાડી તરીકે રમતો રહીશ. અને ટીમના નવા લીડરની મદદ કરીશ.’#BreakingNews @faf1307 has announced that he is stepping down from his role as captain of the Proteas’ Test and T20 teams effective immediately. #Thread pic.twitter.com/ol9HzpEOhZ
— Cricket South Africa (@OfficialCSA) February 17, 2020
ડુપ્લેસિસે ડિસેમ્બર 2012માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી20 સીરીઝમાં આફ્રીકાની કેપ્ટનશિપ સંભાળી હતી. તેણે ત્રણેય ફોર્મેટમાં સાઉથ આફ્રીકા માટે 112 ઇન્ટરનેશનલ મેચની કેપ્ટનશિપ કરી છે જેમાંથી 69 મેચમાં તેની ટીમને જીત મેળવી હતી. વધુ વાંચો





















