શોધખોળ કરો
87 વર્ષ બાદ ભારત પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપ રમશે: કોની સામે આજે રમશે પ્રથમ મેચ
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 06 Oct 2017 08:27 AM (IST)
1/7

ભારત સૌથી વધારે દર્શકોનો 32 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે: 12.31 લાખ દર્શકોનો વર્લ્ડ રેકોર્ડ છે એક ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીનો. 1985માં ચીનમાં યોજાયેલી પ્રથમ ટૂર્નામેન્ટમાં બન્યો હતો.
2/7

ભારતીય ફૂટબોલ ટીમનું કોઈ ફિફા વર્લ્ડ કપમાં રમવાની 87 વર્ષના ઇન્તજારનો હવે અંત આવશે. ફિફા અંડર-17 વર્લ્ડ કપમાં યજમાન ટીમ શુક્રવારે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રાત આઠ વાગ્યે અમેરિકા સામે રમશે. પહેલા દિવસે ચાર મેચ રમાશે. 1930થી અત્યાર સુધી પુરુષ વર્ગમાં 20 સિનિયર વર્લ્ડ કપ, 21 અંડર-20 વર્લ્ડ કપ અને 16 અંડર-17 વર્લ્ડ કપ આયોજિત થયા છે. તેમાંથી એકમાં પણ ભારતીય ટીમ ભાગ લઈ શકી નહોતી.
3/7

પ્રથમ દિવસના મુકાબલા : - કોલંબિયા-ઘાના (ગ્રૂપ-એ) : નવીદિલ્હી, સાંજે 5.00થી, ન્યૂઝીલેન્ડ-તુર્કી (ગ્રૂપ-સી) : નવીમુંબઈ, સાંજે 5.00થી, ભારત-અમેરિકા (ગ્રૂપ-એ): નવીદિલ્હી, રાત્રે 8.00થી , પેરાગ્વેમાલી (ગ્રૂપ-બી): નવી મુંબઈ, રાત્રે 8.00થી...
4/7

ગ્રૂપ-એ: ભારત, અમેરિકા, કોલંબિયા, ઘાના: ગ્રૂપ-બી: પેરાગ્વે, માલી, ન્યૂઝીલેન્ડ, તુર્કી: ગ્રૂપ-સી: ઇરાન, ગિની, જર્મની, કોસ્ટારિકા: ગ્રૂપ-ડી: ઉત્તર કોરિયા, નાઇજર, બ્રાઝિલ, સ્પેન: ગ્રૂપ-ઇ: હોન્ડુરાસ, જાપાન, ન્યૂ કૈલિડોનિયા, ફ્રાન્સ: ગ્રૂપ-એફ: ઇરાન, મેક્સિકો, ચિલી, ઇંગ્લેન્ડ
5/7

માતોસે જણાવ્યું હતું કે અમે માન્ચેસ્ટર યુનાઇટેડના કોચ જોસ મોરિન્હોની પ્રેક્ટિસને નજીકથી જોઈ છે. અમે પણ તેના ઉપર અમલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મોરિન્હો પોતાના ટૈક્ટિકલ અને ફ્લેક્સિબલ મૂવ માટે ઓળખાય છે. તે 4-4-2ની રણનિતીથી ટીમ ઉતારે છે પણ ઘણી વખત વિરોધીના હિસાબથી રણનિતી બદલી નાખે છે. એમ પણ કહેવામાં આવે છે કે તે ક્યારે પોતાના ખેલાડીઓ ઉપર દબાણ બનાવતા નથી.
6/7

ભારતીય કોચ માતોસે આઠ મહિનામાં લગભગ 10 ખેલાડીઓની પોઝિશન બદલી છે. એક વર્ષ પહેલા મિડફિલ્ડમાં રમનાર અનિકેત જાધવ હવે ફૂલટાઇમ સ્ટ્રાઇકર છે. પ્રકારે રાહુલ કેનોલીસ, અમિજીત સરકાર, અમરજીત સિંહ અને જેક્સન સિંહ હવે ટીમના મિડફિલ્ડર છે. એક વર્ષ પહેલા ફોરવર્ડની ભૂમિકા ભજવતા હતા.
7/7

યજમાન ભારત ફિફા અંડર-19 વર્લ્ડ કપમાં શુક્રવારથી પોતાના અભિયાનની શરૂઆત અમેરિકા સામે કરશે. બન્ને ટીમો ગ્રુપ-એમાં છે. યજમાન ટીમ માટે મુકાબલો મુશ્કેલ બની શકે છે કારણ કે અમેરિકા અત્યાર સુધી 16માંથી 15 વર્લ્ડ કપ રમી ચુક્યું છે. આથી તેનો અનુભવ ભારત પર ભારે પડી શકે છે. અમેરિકી ટીમ ફક્ત એક વખત 2013માં ક્વોલિફાય કરી શકી હતી. જ્યારે ભારતનો પ્રથમ વર્લ્ડ કપ છે. તેમાં પણ ક્વોલિફાય કર્યું નથી, યજમાન હોવાના કારણે ટૂર્નામેન્ટમાં સ્થાન મળ્યું છે. કોચ લુઈ નોર્ટન ડી માતોસના હિસાબે અંકિત જાધવ, કોમલ થટાલ, કિયામ, સંજીવ સ્ટાલિન અને અનવર અલી મોટી ટીમો સામે અપસેટ કરી શકે છે. અમેરિકાનો ફોરવર્ડ જોશુઆ સર્જેટ, ટિમોથી વિયાહ, ગોલકિપર જસ્ટિન ગાર્સેસ સૌથી અનુભવી ખેલાડી છે. સર્જેટ આગામી વર્ષે જર્મન લીગ બુંદેસલીગા સાથે જોડાવવા જઈ રહ્યો છે.
Published at : 06 Oct 2017 08:25 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
સ્પોર્ટ્સ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સ્પોર્ટ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
સ્પોર્ટ્સ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
ટ્રેન્ડિંગ સમાચાર





















