શોધખોળ કરો

FIFA WC 2022 Qatar:ક્રોએશિયા રાઉન્ડ 16 માટે ક્વોલિફાય,  બેલ્જિયમ બહાર થયું

કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં ગુરુવારે (1 ડિસેમ્બર) ગ્રુપ-Fમાં બે મહત્વપૂર્ણ મેચો યોજાઈ હતી. ક્રોએશિયા અને બેલ્જિયમ વચ્ચે મેચ રમાઈ હતી.

કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં ગુરુવારે (1 ડિસેમ્બર) ગ્રુપ-Fમાં બે મહત્વપૂર્ણ મેચો યોજાઈ હતી. ક્રોએશિયા અને બેલ્જિયમ વચ્ચે મેચ રમાઈ હતી. જ્યારે બીજી મેચ મોરોક્કો અને કેનેડા વચ્ચે થઈ હતી. બંને મેચ બાદ આ ગ્રુપની બે ટીમો ક્રોએશિયા અને મોરોક્કોએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ક્રોએશિયા અને બેલ્જિયમ વચ્ચેની મેચ કોઈપણ ગોલ વિના 0-0થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ સાથે જ વિશ્વની નંબર-2 ટીમ બેલ્જિયમ બહાર થઈ ગઈ છે. જ્યારે ક્રોએશિયાએ નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.

બેલ્જિયમ સામેની મેચની 15મી મિનિટે ક્રોએશિયાને પેનલ્ટી મળી હતી. બેલ્જિયમના ખેલાડીની ભૂલ પર મેચ રેફરીએ ક્રોએશિયાની ટીમને પેનલ્ટી આપી હતી. ક્રોએશિયાનો લુકા મોડ્રિચ પેનલ્ટી માટે તૈયાર હતો, જ્યારે VAR એ રિપ્લે જોઈને રેફરીના નિર્ણયને પલટી નાખ્યો.

વાસ્તવમાં, VARએ જોયું કે ક્રોએશિયાનો ખેલાડી ઓફસાઇડ પર હતો. તેણે આ અંગે પોતાનો વિચાર બદલી નાખ્યો. આ રીતે ક્રોએશિયાની ટીમ પ્રથમ હાફમાં લીડ મેળવવાનું ચૂકી ગઈ હતી. જો પેનલ્ટી હોત તો ગોલ થવાની પૂરી તકો હતી. મેચનો પ્રથમ હાફ ગોલ રહિત ડ્રોમાં સમાપ્ત થયો હતો.

મોરક્કો પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલીફાઈ, રોમાંચક મુકાબલામાં કેનેડાને 2-1થી હરાવ્યું 

મોરક્કોએ રોમાંચક મુકાબલામાં કેનેડાને 2-1થી હરાવ્યું છે. મોરક્કોએ આ જીત સાથે પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલીફાઈ કરી લીધુ છે. કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં ગુરુવારે (1 ડિસેમ્બર) ગ્રુપ-Fમાં બે મહત્વપૂર્ણ મેચો યોજાઈ હતી. ક્રોએશિયા અને બેલ્જિયમ વચ્ચે મેચ રમાઈ હતી. જ્યારે બીજી મેચ મોરોક્કો અને કેનેડા વચ્ચે થઈ હતી. બંને મેચ બાદ આ ગ્રુપની બે ટીમો ક્રોએશિયા અને મોરોક્કોએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

કેનેડા સામે રમાયેલી રોમાંચક મેચમાં મોરોક્કન ટીમનો 2-1થી વિજય થયો હતો. આ જીત સાથે મોરક્કોની ટીમે 7 પોઈન્ટ સાથે પોતાના ગ્રુપ-એફમાં ટોચ પર રહીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ જીતના હીરો હકીમ ઝીચ અને યુસેફ એન-નેસરી હતા, જેમણે 1-1 ગોલ કર્યો હતો.

મોરોક્કો અને કેનેડા વચ્ચે રમાયેલી આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. મેચના પહેલા હાફમાં જ ત્રણ ગોલ થયા હતા. આમાં મોરોક્કો 2-1થી આગળ રહી હતી. મેચનો પહેલો ગોલ ચોથી મિનિટે જ થયો હતો. આ ગોલ હાકિમ જીચે કર્યો હતો. આ પછી મેચનો બીજો ગોલ પણ 23મી મિનિટે મોરોક્કન ટીમે કર્યો હતો. આ વખતે ગોલ યુસેફ એન-નેસરીએ કર્યો હતો. ત્યાં સુધી બધું બરાબર હતું, પરંતુ મોરોક્કોની એક ભૂલથી તેને મોટું નુકસાન થયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget