FIFA વર્લ્ડકપ જીત્યા બાદ મેસ્સીનો ભાવુક સંદેશ, ઇન્સ્ટા પર લખ્યું- મને વિશ્વાસ નથી થઇ રહ્યો.........
આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી અને કેપ્ટન લિયૉનલ મેસ્સીએ પોતાની ટીમની જીત બાદ પોતાના અધિકારિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પૉસ્ટ શેર કરતાં લખ્યુ
Lionel Messi Emotional Social Media Post: ફિફા વર્લ્ડકપ 2022ની ફાઇનલ (FIFA WC 2022 Final)માં ફ્રાન્સને રોમાંચક હાર આપતા આર્જેન્ટિના (Argentina) ચેમ્પીયન બની ગયુ છે, આર્જેન્ટિનાના કેપ્ટન અને સ્ટાર ફૂટબૉલર લિયૉનેલ મેસ્સીનું પ્રદર્શન કમાલનુ રહ્યું હતુ, હવે તેને પોતાની ટીમની ઐતિહાસિક જીત બાદ પોતાનો ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી એક પૉસ્ટ કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. તેને આ ઇમૉશનલ પૉસ્ટમાં કેટલાક ફોટોઝ શેર કર્યા છે, જે ફેન્સ પર અસર ઉભી કરી રહ્યાં છે.
મેસ્સીએ લખી ઇમૉશન નૉટ -
આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી અને કેપ્ટન લિયૉનલ મેસ્સીએ પોતાની ટીમની જીત બાદ પોતાના અધિકારિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પૉસ્ટ શેર કરતાં લખ્યુ છે - મે ઘણીવાર આનુ સપનુ જોયુ, મે આને એટલો ચાહતો હતો કે હું ક્યારેય ના પડ્યો, મને વિશ્વાસ નથી થઇ રહ્યો, મારા પરિવારને બહુજ બહુજ ધન્યવાદ, તે તમામને જેને મારું સમર્થન કર્યુ, અને તે તમામને પણ જેને અમારી પર વિશ્વાસ મુક્યો, અમે એકવાર ફરીથી પ્રદર્શિત કરીએ છીએ કે આર્જેન્ટિના જ્યારે અમે એકસાથે લડીએ છીએ અને એકજૂથ થઇએ છીએ તો અમે હાંસલ કરવામાં સક્ષમ હોઇએ છીએ, જે અમે કરવા માટે તૈયાર હોઇએ છીએ. આ એક ગૃપની ઉપલબ્ધિ છે, જે કોઇ વ્યક્તિથી ઉપર છે. અમારી આ જ તાકાત હતી જે અમે એક જ સપના માટે લડ્યા અહીં આર્જેન્ટિનાનુ સપનુ હતુ, અમે કરી બતાવ્યુ. ઉલ્લેખનીય છે કે, ફિફા વર્લ્ડકપ 2022ની ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને 4-3થી હરાવી દીધુ. આ મેચનુ રિઝલ્ટ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા આવ્યુ હતુ.
View this post on Instagram
ફિફા વર્લ્ડકપ 2022 ફાઇનલ મેચનો રોમાંચ -
ફાઇનલ મેચના પહેલા હાફમાં આર્જેન્ટિનાનું પલડુ ભારે જોવા મળ્યુ, આર્જેન્ટિનાએ કમાલની રમત બતાવી. તેને પહેલા હાફમાં જ બે ફટકારી દીધા. ટીમ માટે પહેલો ગૉલ કેપ્ટન અને મહાન ફૂટબૉલર લિયૉનેન મેસ્સીએ 23મી મિનીટમાં કર્યો, વળી, ડી. મારિયાએ 36મી મિનીટમાં ગૉલ કરીને ટીમને 2-0થી લીડ અપાવી દીધી હતી.
બીજા હાફમાં ફ્રાન્સના સ્ટાર પ્લેૉયર કાઇલિન એમબાપ્પેની દમદાર રમત જોવા મળી. તેને 80મી અને 81મી મિનીટ એટલે કે 90 સેકન્ડથી ઓછા અંતરમાં બે ગૉલ કરી દીધા અને મેચમાં 2-2થી બરાબરી કરી લીધી.
વળી, 90+7 ની બાદ પણ જ્યારે સ્કૉર 2-2ની બરાબરી પર હતો, તો બન્ને ટીમોને 15-15 મિનીટનો એક્સ્ટ્રા ટાઇમ આપવામાં આવ્યો, એક્સ્ટ્રા ટાઇમની 108મી મિનીટમાં લિયૉનેન મેસ્સી અને 118મી મિનીટમાં કાઇલિન એમબાપ્પેએ ગૉલ કરી દીધો. આ ગૉલની સાથે જ એક્સ્ટ્રા ટાઇમ પછી પણ મેચ 3-3ની બરાબરી પર રહી હતી, આ પછી પેનલ્ટી શૂટઆઉટ કરવામાં આવ્યુ.
પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ મારી બાજી -
ફ્રાન્સની ટીમે પહેલો ગૉલ કર્યો.
આર્જેન્ટિનાએ પણ પહેલો ગૉલ ફટકાર્યો.
બીજા મોકા પર ફ્રાન્સ ગૉલ કરવાથી ચૂક્યુ.
આર્જેન્ટિનાએ બીજી મોકા પર પણ ગૉલ કર્યો.
ફ્રાન્સ ત્રીજા મોકા પર પણ ગૉલ ના કરી શક્યુ.
આર્જેન્ટિનાએ ત્રીજા ગૉલ કર્યો.
ફ્રાન્સે ચોથો ગૉલ કર્યો.
આર્જેન્ટિનાએ સતત ચોથો ગૉલ કરીને ફિફા વર્લ્ડકપ 2022 પોતાના નામે કરી લીધો.