FIFA WC 2022: કોરિયા રિપબ્લિક અને ઉરુગ્વે વચ્ચે રમાયેલી મેચ ડ્રો, જુઓ મેચ સંબંધિત રસપ્રદ આંકડા
FIFA વર્લ્ડ કપ 2022માં ઉરુગ્વે અને કોરિયા રિપબ્લિક વચ્ચે ડ્રો મેચ રમાઈ છે. ઉરુગ્વેની ટીમ કોરિયા કરતા વધુ મજબૂત હતી, પરંતુ કોરિયાની શાનદાર રમત સામે તેઓ ટકી શક્યા ન હતા.
FIFA WC 2022 Qatar: FIFA વર્લ્ડ કપ 2022માં ઉરુગ્વે અને કોરિયા રિપબ્લિક વચ્ચે ડ્રો મેચ રમાઈ છે. ઉરુગ્વેની ટીમ કોરિયા કરતા વધુ મજબૂત હતી, પરંતુ કોરિયાની શાનદાર રમત સામે તેઓ ટકી શક્યા ન હતા. ઉરુગ્વેની ટીમે સમગ્ર મેચ દરમિયાન ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોરિયાનો ડિફેન્સ ઘણો સતર્ક હતો. કોરિયાએ પણ ગોલ કરવાની કેટલીક સારી તકો ઉભી કરી હતી, પરંતુ ઉરુગ્વેના અનુભવી ડિફેન્સે તેમને સફળ થવા દીધા ન હતા. આવો જાણીએ આ મેચમાં બનેલા કેટલાક રેકોર્ડ.
મેચમાં રેકોર્ડ બનાવ્યો
આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી આઠ ટીમો સામે ડ્રો રહી છે. ડેનમાર્ક, ટ્યુનિશિયા, મેક્સિકો, પોલેન્ડ, મોરોક્કો, ક્રોએશિયા, ઉરુગ્વે અને કોરિયા રિપબ્લિક ડ્રો રમ્યા છે. આ ટૂર્નામેન્ટમાં રમાયેલી સૌથી વધુ ડ્રો મેચ બની છે. 2010 બાદ પ્રથમ વખત ઉરુગ્વે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ગોલ રહિત ડ્રો રમી છે.
કોરિયા રિપબ્લિકે વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત સતત બે મેચમાં ક્લીન શીટ હાંસલ કરી છે. 2018 વર્લ્ડ કપમાં, તેઓએ તેમની છેલ્લી મેચમાં જર્મનીને 2-0થી હરાવ્યું હતું. 2006 પછી આ પ્રથમ વખત છે જ્યારે તેઓ સતત બે મેચમાં અજેય રહ્યા છે. 2006માં, તેઓએ ટોગોને 2-1થી હરાવ્યું અને ફ્રાન્સ સામે 1-1થી ડ્રો રમ્યો.
મેચમાં બંને ટીમોએ મળીને કુલ 17 શોટ લીધા, પરંતુ માત્ર એક જ શોટ લક્ષ્ય પર રહ્યો. 1966થી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો આ મેચ પહેલા 1986માં જ એવું બન્યું હતું કે ટીમોએ 27 શોટ લીધા હતા, પરંતુ માત્ર એક જ ટાર્ગેટ પર રહ્યો હતો.
ઉરુગ્વેના ડિફેન્ડર ડિએગો ગોડિને આ મેચ 36 વર્ષ અને 281 દિવસની ઉંમરે રમી હતી. આ સાથે તે વર્લ્ડ કપ મેચ રમનાર ઉરુગ્વેનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. તેણે ઉરુગ્વે માટે 15મી વખત વર્લ્ડ કપ મેચની શરૂઆત કરી છે, જે વિશ્વ કપમાં ઉરુગ્વેના કોઈપણ ખેલાડી માટે સૌથી વધુ છે.
કૈમરુન પર ભારે પડ્યો સ્વિટ્ઝરલેન્ડનો ગેમ પ્લાન, રોમાંચક મુકાબલામાં 1-0થી હરાવ્યું
ફિફા વર્લ્ડ કપ 2022માં સ્વિટ્ઝરલેન્ડે કેમરૂનને 1-0થી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. પહેલા હાફમાં બંને ટીમો બરાબરી પર હતી, પરંતુ બીજા હાફમાં સ્વિટ્ઝરલેન્ડની રમત થોડી સારી રહી અને તેણે જીત પોતાના નામે કરી લીધી. મેચની શરૂઆતની 15 મિનિટમાં કેમરૂનની ટીમ વધુ આક્રમક દેખાતી હતી, પરંતુ પછી તેની રમત થોડી ધીમી પડી ગઈ હતી. જોર્ડન શાકિરી ચાર વર્લ્ડ કપમાં રમનાર સ્વિસનો બીજો ખેલાડી બન્યો છે.
પ્રથમ હાફમાં કોઈ ગોલ થયો ન હતો
મેચની 10મી મિનિટે કેમેરૂનના બ્રાયન બાયમુએ માર્ટિન હોંગલાના આસિસ્ટ પર શાનદાર શોટ લગાવ્યો હતો, પરંતુ તે બચી ગયો હતો. બીજી જ ક્ષણે કેમરૂન તરફથી બીજુ આક્રમણ થયું. પરંતુ તે પણ બચી ગયો. 26મી મિનિટે કેમરૂનની ટીમ ફરીથી ગોલ કરવાની નજીક આવી હતી, પરંતુ આ વખતે પણ તેમનું આક્રમણ બચી ગયું હતું. સ્વિસ ટીમ પ્રથમ વખત 40મી મિનિટે ગોલની નજીક પહોંચી હતી, પરંતુ તેઓ પણ ગોલ કરવામાં અસમર્થ રહી હતી. પ્રથમ હાફમાં એક પણ ટીમ ગોલ કરી શકી ન હતી.