FIFA World Cup Semifinal: સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું ફ્રાન્સ, સેમીફાઇનલમાં મોરક્કોને 2-0થી હરાવ્યું
FIFA વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવ્યું હતું. આ જીત સાથે ફ્રાન્સ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે
FIFA World Cup 2022: FIFA વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવ્યું હતું. આ જીત સાથે ફ્રાન્સ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા ફ્રાન્સ ફિફા વર્લ્ડ કપ 2018 જીત્યું હતું. ફ્રાન્સ ફિફા વર્લ્ડ કપ 2022માં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતર્યું હતું. ફ્રાન્સે ચોથી વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે ફાઇનલમાં લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેન્ટિના સામે ટકરાશે. ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે ફાઈનલ મેચ 17 ડિસેમ્બરે રમાશે.
France are through to the final! 👊@adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) December 14, 2022
આ મેચ જીતીને ફ્રાન્સની ટીમે સતત બીજી વખત અને એકંદરે ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા ફ્રાન્સ ત્રણ વખત ફાઈનલ રમ્યું હતું અને તેણે 1998 અને 2018માં બે વખત ટાઈટલ જીત્યા હતા. જ્યારે 2006માં તે રનર્સ-અપ રહી હતી. ફ્રાન્સની ટીમ પણ બે વખત ત્રીજા નંબરે અને એકવાર ચોથા નંબર પર રહી છે. આ વખતે ફ્રાન્સની ટીમ કુલ સાતમી વખત ટોપ-4માં પહોંચી છે.
Argentina 🆚 France
— FIFA World Cup (@FIFAWorldCup) December 14, 2022
The #FIFAWorldCup Final is SET! 🇦🇷🇫🇷
મેચની શરૂઆત સાથે જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સે પોતાનું વર્ચસ્વ જમાવી લીધું હતું. ફ્રાન્સ માટે થિયો હર્નાન્ડેઝે 5મી મિનિટે ગોલ કરીને 1-0ની સરસાઈ અપાવી હતી. પ્રથમ હાફમાં ફ્રાન્સે 9 વખત ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાંથી 2 શોટ ટાર્ગેટ પર લાગ્યા હતા.
જ્યારે મોરક્કોની ટીમે પ્રથમ હાફમાં 5 વખત ગોલ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. તેમાંથી તેણે ટાર્ગેટ પર બે શોટ લગાવ્યા, પરંતુ ફ્રેન્ચ ગોલકીપર અને કેપ્ટન લોરિસે તેને નિષ્ફળ બનાવ્યો હતા.
થિયો હર્નાન્ડિઝે પાંચમી મિનિટે ગોલ કર્યો હતો
ફ્રાન્સના થિયો હર્નાન્ડિઝે આ મેચનો પહેલો ગોલ પાંચમી મિનિટે કર્યો હતો. આ રીતે ફ્રાન્સની ટીમ 1-0થી આગળ રહી હતી. આ સાથે જ પ્રથમ હાફના અંત સુધી ફ્રાન્સની ટીમ 1-0થી આગળ હતી.
ડલ કોલો મુઆનીએ બીજો ગોલ કર્યો
ફ્રાન્સ માટે ડલ કોલો મુઆનીએ બીજો ગોલ કર્યો. તેણે આ ગોલ 79મી મિનિટે કર્યો હતો. આ સાથે ફ્રાન્સ મેચમાં 2-0થી આગળ થઇ ગયુ હતું. જો કે, રેન્ડલ કોલો મુઆની અવેજી તરીકે મેદાનમાં ઉતર્યો હતો પરંતુ તેણે માત્ર 44 સેકન્ડ બાદ ગોલ કર્યો હતો. જોકે, ફ્રાન્સની ટીમે વધુ સારી રમત રમીને મેચ 2-0થી જીતી લીધી હતી. આ રીતે મોરોક્કોની હારથી આફ્રિકન અને આરબ દેશોનું સપનું ચકનાચૂર થઈ ગયું. મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે ત્રીજા સ્થાન માટેની મેચ 17 ડિસેમ્બરે રમાશે.