Indian Women's Hockey: પેરિસ ઓલમ્પિકમાં રમવાનું ભારતીય મહિલા હોકી ટીમનું સપનું રોળાયું, ક્વોલિફાયરમાં જાપાને આપી મ્હાત
ભારતીય હોકી ચાહકો માટે આજનો દિવસ ખૂબ જ ખરાબ છે. ભારતીય મહિલા હોકી ટીમ આ વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ શકશે નહીં.
Paris Olympics 2024: ભારતીય હોકી ચાહકો માટે આજનો દિવસ ખૂબ જ ખરાબ છે. ભારતીય મહિલા હોકી ટીમ આ વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ શકશે નહીં. ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિકમાં ભાગ લેવાની છેલ્લી તક ગુમાવી દીધી. ક્વોલિફાયરમાં જાપાનના હાથે 0-1થી હાર્યા બાદ ભારત પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે. ભારતીય મહિલા હોકી ટીમ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં નંબર 4 પર રહેવામાં સફળ રહી અને ચાહકોને રમત સાથે ફરીથી જોડાવા માટે નવી આશા આપી. પરંતુ 3 વર્ષ પછી ચાહકો નિરાશ થયા છે.
ભારતીય મહિલા હોકી ટીમ 2024માં રમાનારી પેરિસ ઓલિમ્પિકમાં જોવા નહીં મળે. જાપાન સામે રમાયેલી મેચમાં ત્રીજા નંબર માટે ક્વોલિફાય થવાની લડાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયા નિષ્ફળ રહી હતી. ભારત મેચ હારી ગયું અને ચોથા નંબર પર રહ્યું. ભારતીય મહિલા ટીમે પ્લેઓફ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ અંતે તેને 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. જાપાને મેચમાં શાનદાર રક્ષણાત્મક રમત બતાવી અને મેચ જીતી લીધી.
𝐉𝐚𝐩𝐚𝐧 𝐡𝐚𝐯𝐞 𝐝𝐨𝐧𝐞 𝐢𝐭! 𝐓𝐡𝐞 𝐂𝐡𝐞𝐫𝐫𝐲 𝐁𝐥𝐨𝐬𝐬𝐨𝐦𝐬 𝐚𝐫𝐞 𝐡𝐞𝐚𝐝𝐞𝐝 𝐭𝐨 𝐏𝐚𝐫𝐢𝐬 𝟐𝟎𝟐𝟒! 🥳
— International Hockey Federation (@FIH_Hockey) January 19, 2024
Japan blank India in Ranchi, in the bronze medal match of the FIH Hockey Olympic Qualifiers, to punch their ticket to the Olympic Games Paris 2024!… pic.twitter.com/iFYtyvuE4I
આવો રહ્યો મુકાબલો
રાંચીમાં રમાયેલી મેચમાં જાપાને 9મી મિનિટે જ સરસાઈ મેળવી લીધી હતી જ્યારે ઉરાતા કાનાએ પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કર્યો હતો. આ પછી મેચનો પ્રથમ ક્વાર્ટર સમાપ્ત થયો અને ભારત 0-1થી પાછળ હતું. પરંતુ બીજા ક્વાર્ટરમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ અને ભારતના લાલરેમસામીએ પેનલ્ટી કોર્નર જીતી લીધો, પરંતુ જાપાનના ગોલકીપરે શાનદાર બચાવ કર્યો અને મેચમાં પોતાની ટીમને 1-0થી આગળ રાખી.
આ પછી મેચનો હાફ ટાઈમ થયો અને ભારત 0-1થી પાછળ રહી ગયું. પછી રમતના ત્રીજા ક્વાર્ટરમાં પણ સ્થિતિ એવી જ રહી. જાપાન મેચમાં 1-0ની લીડ સાથે આગળ રહ્યું હતું. હવે ભારત પાસે છેલ્લી 15 મિનિટ એટલે કે ચોથા ક્વાર્ટરમાં ઓછામાં ઓછો એક ગોલ કરીને મેચ ડ્રો કરવાની તક હતી અને જાપાનને બે ગોલ કરીને રોકીને મેચ જીતી લીધી હતી, જેમાં તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. ભારતે જાપાનને અંકુશમાં રાખ્યું, પરંતુ પોતે કોઈ ગોલ કરી શક્યું નહીં.