વરસાદથી પ્રભાવિત બીજી ટેસ્ટમાં ભારતે એક ઈનિંગ અને 159 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમની 31 રનથી હાર થઈ હતી.
2/4
હુસૈન કહ્યું કે, “ઈંગ્લેન્ડ આ પરિસ્થિતિમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ છે પરંતુ નજર ભારત પર હશે. તેમની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. ભારત દુનિયાની નંબર એક ટીમ છે અને આ સીરિઝ રોમાંચક રહેવી જોઈતી હતી. હાલ તો આ પુરુષો અને બાળકોનો મુકાબલો બની ગયો છે. ભારતનો ગ્રાફ ઉંધી દિશામાં જઈ રહ્યો છે.”
3/4
લંડનઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને ભારતીય ટીમમાં લડાયકતાના અભાવની આલોચના કરતાં કહ્યું કે હવે આ ‘પુરુષો અને બાળકો’ વચ્ચેનો મુકાબલો થઈ ગયો છે. સતત 2 ટેસ્ટમાં કંગાળ પ્રદર્શન અને હાર બાદ ભારતીય ટીમે કડક આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.
4/4
હુસૈનના કહેવા મુજબ, “ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી શકે છે. વિરાટ કોહલી પીઠ દર્દથી પરેશાન છે તો અશ્વિનની આંગળીમાં ઈજા થઈ છે. ઉપરાંત ટીમના અન્ય બેટ્સમેનો પણ રન બનાવી રહ્યા નથી. નોટિંઘમમાં 18 ઓગસ્ટથી ત્રીજી ટેસ્ટ રમાશે. જેમાં એન્ડરસન અને બ્રોડની જોડી વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.”