શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જન્મ દિવસના એક દિવસ પહેલા જ આ ક્રિકેટરનું થયું નિધન
નિવૃત્તિ બાદ તેઓ ઇંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયા હતા. અહીં તેમણે 15 વર્ષ રહ્યા જ્યાં કોચિંગની સાથે અનેક લીગ મેચમાં પણ રમ્યા હતા.
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઓફ સ્પિનર રેગ સ્કાર્લેટનું બુધવારે નિધન થયું છે. રેગ સ્કાર્લેટ લાંબા સમથી બીમાર હાત અને તે પોતાના 85માં જન્મ દિવસના એક દિવસ પહેલા જ અવસાન પામ્યા છે. રેગ સ્કાર્લેટ વેસ્ટ ઇન્ડિઝ માટે માત્ર 3 ટેસ્ટ મેચ રમ્યા હતા. પરંતુ વિન્ડીઝ ક્રિકેટને આગળ વધારવામાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું. તેમણે 1960માં નિવૃત્તિ બાદ વિન્ડિઝમાં સ્પિન બોલરોને વિકસિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
નિવૃત્તિ બાદ તેઓ ઇંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયા હતા. અહીં તેમણે 15 વર્ષ રહ્યા જ્યાં કોચિંગની સાથે અનેક લીગ મેચમાં પણ રમ્યા હતા. બાદમાં ફરી જમૈકા આગી ગયા હતા અને જમૈકા ક્રિકેટ એસોસિએશનમાં યુથ ડેવલેપમેન્ટ પ્રોગ્રામની સંભાળ રાખતાં હતા. રેગ વેસ્ટઈન્ડિઝ ગયા પછી વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડના ડાયરેક્ટર ઓફ કોચિંગ પણ બન્યા હતા.
રેગ સ્કાર્લેટના નિધનના સમાચાર પર વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે શોક વ્યક્ત કર્યો છે. ક્રિકેટ વેસ્ટઈન્ડિઝના અધ્યક્ષ રિકી સ્કેરિટે કહ્યું, રેગ એક નિષ્ઠાવાન વ્યક્તિ હતા, જેમણે ઈંગ્લેન્ડમાં રહેવા છતાં પણ વેસ્ટઈન્ડિઝ ક્રિકેટને પ્રેમ કર્યો. તેમણે નિસ્વાર્થ ભાવથી મેદાન પર અને મેદાનની બહાર સેવા આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion