Jammu Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં છુપાયેલા આતંકવાદીઓએ સેનાની ગાડી પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ પણ ફેંક્યો, જેમાં 5 જવાન શહીદ થયા છે અને 5 જવાન ઘાયલ થયા છે. ભારતીય સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ હજુ પણ ચાલુ છે. આ સાથે સેનાએ મોટા પાયે શોધખોળ અભિયાન ચલાવ્યું છે.
આ મામલે માહિતી આપતા એક સંરક્ષણ અધિકારીએ કહ્યું, "કઠુઆના માચેડી વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા છે, જ્યારે એટલા જ જવાન ઘાયલ થયા છે. જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. વિસ્તૃત માહિતીની રાહ જોવાઈ રહી છે." અધિકારીઓએ જણાવ્યું કે પ્રારંભિક હુમલા બાદ આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો અને પછી ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી પરંતુ આતંકવાદીઓ નજીકના જંગલમાં ભાગી ગયા.
આતંકવાદીઓ સાથે સેનાની મુઠભેડ ચાલુ
અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના કઠુઆ શહેરથી 150 કિલોમીટર દૂર લોહાઈ મલ્હાર સ્થિત બદનોતા ગામમાં બની, જ્યારે સેનાના કેટલાક વાહનો વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતા. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી જેમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે. સૈન્ય વાહન પર થયેલા આ આતંકવાદી હુમલા બાદ વિસ્તારમાં વ્યાપક શોધખોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને બિલાવર તરફ જતા રસ્તાને નાકાબંધી કરી દેવામાં આવી છે. પોલીસ દરેક વાહનની તપાસ પણ કરી રહી છે.
6 આતંકવાદીઓને મારી નાખ્યા બાદ જવાનો પર ફેંક્યો ગ્રેનેડ
અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અવારનવાર ગોળીબાર થઈ રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં જમ્મુ વિસ્તારમાં ભારતીય સેના પર આ બીજો હુમલો છે. આ પહેલા રવિવારે રાજૌરી જિલ્લામાં સેનાની એક છાવણી પર હુમલો કરવામાં આવ્યો હતો. આમાં એક જવાન ઘાયલ થયો હતો. જ્યારે કુલગામમાં થયેલા હુમલા દરમિયાન સુરક્ષા દળોએ અથડામણમાં 6 આતંકવાદીઓને મારી નાખ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું, "મોદરગામ અથડામણ સ્થળેથી બે આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે ચિન્નીગામ અથડામણ સ્થળેથી રવિવારે ચાર મૃતદેહ મળી આવ્યા હતા."