શોધખોળ કરો
Advertisement
ગૌતમ ગંભીરે મેજર ધ્યાનચંદને ભારત રત્ન આપવાની કરી માંગ
ટીમ ઈન્ડિયા પૂર્વ ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે મેજર ધ્યાનચંદને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે.
નવી દિલ્હી: દેશ દર વર્ષે 29 ઓગસ્ટે હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ટીમ ઈન્ડિયા પૂર્વ ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે મેજર ધ્યાનચંદને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે. આ સાથે જ ગૌતમ ગંભીરે ધ્યાનચંદની પ્રશંસા કરતા કહ્યું તેમનાથી કોઈ મોટો ખેલાડી પેદા નથી થયો કે થશે.
ગૌતમ ગંભીરે કહ્યું, હિન્દુસ્તાનના ઈતિહાસમાં મેજર ધ્યાનચંદથી મોટો ખેલાડી ન તો પેદા થયો છે અને ન થશે. તેઓ દેશ માટે આટલા ગોલ્ડ મેડલ લાવ્યા અને એ સમયે લાવ્યા જ્યારે રમત એટલી પ્રખ્યાત ન હતી. હું ઈચ્છુ છુ કે મેજર ધ્યાનચંદને ખૂબ જ જલ્દી ભારત રત્ન મળે. તેનાથી સમગ્ર દેશને ખૂબ જ ખુશી થશે.
મેજર ધ્યાનચંદને હોકીના જાદૂગર કહેવા પાછળનું કારણ તેમનું મેદાન ઉપરનું પ્રદર્શન છે. તેમણે વર્ષ 1928, 1932 અને 1936માં ત્રણ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા. આ ખેલાડીની સફળતા અહીં જ ખત્મ નથી થઈ. ધ્યાનચંદે પોતાના કરિયરમાં 400થી વધારે ગોલ કર્યા. ભારત સરકારે ધ્યાનચંદને 1956માં દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણી સન્માનિત કર્યા. એટલે તેમના જન્મ દિવસ 29 ઓગસ્ટને ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement