શોધખોળ કરો
Advertisement
યુવરાજ સિંહ સાથે ચીટિંગ! ગ્લોબલ ટી20 કેનેડા લીગમાં રમવાના હજુ સુધી નથી મળ્યા રૂપિયા, જાણો વિગતે
અહેવાલ મુજબ, બંને ટીમના ખેલાડીઓ સમયસર મેદાન પર પહોંચ્યા નહોતા. બંને ટીમે બેસમાં બેસવાનો ઈન્કાર કરી દીધો હતો. ખેલાડીઓએ બાકી રકમની માંગ કરી હતી. આયોજકો સાથે વાત કર્યા બાદ ખેલાડીઓ મેચ રમવા સહમત થયા હતા. પરંતુ આ મેચથી યુવરાજ સિંહ દૂર રહ્યો હતો.
કેનેડાઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ વિદેશી T20 લીગમાં રમવાનું શરૂ કર્યું છે. તેણે સંન્યાસની જાણકારી BCCIને મોકલીને ગ્લોબલ ટી20 કેનેડા, કેરેબિયન પ્રીમિયર લીગ જેવી ટી20 લીગમાં રમવાની મંજૂરી માંગી હતી. પરંતુ પહેલી જ વિદેશી ટી20 લીગમાં રૂપિયાની ગડબડી થઈ છે. ગ્લોબલ ટી20 કેનેડામાં બુધવારે તેની ટીમ ટોરેન્ટો નેશનલ્સ અને મોન્ટ્રિયલ ટાઈગર્સના ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં રમવાની રકમ ન મળ્યા બાદ મેચનો બહિષ્કાર કર્યો હતો.
ઈએસપીએનક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, બંને ટીમના ખેલાડીઓ સમયસર મેદાન પર પહોંચ્યા નહોતા. બંને ટીમે બેસમાં બેસવાનો ઈન્કાર કરી દીધો હતો. ખેલાડીઓએ બાકી રકમની માંગ કરી હતી. આયોજકો સાથે વાત કર્યા બાદ ખેલાડીઓ મેચ રમવા સહમત થયા હતા. પરંતુ આ મેચથી યુવરાજ સિંહ દૂર રહ્યો હતો.
રિપોર્ટ મુજબ, ગ્લોબલ ટી20 કેનેડામાં મોટાભાગના ખેલાડીઓને હજુ સુધી એક પણ રૂપિયા મળ્યો નથી, જેના કારણે તેઓ નારાજ છે. એક ખેલાડીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું, ‘જ્યાં સુધી અમને પૈસા નહીં મળે ત્યાં સુધી નહીં રમીએ.’ ટોરંટો અને મોન્ટ્રિયલ વચ્ચેની મેચ ભારતીય સમય મુજબ 10 વાગે શરૂ થવાની હતી પરંતુ 2 કલાક બાદ આશરે 12 કલાકે શરૂ થઈ ગઈ હતી. ગ્લોબલ ટી20 કેનેડાના સત્તાવર ટ્વિટર એકાઉન્ટ પર ટેકનિકલ કારણોસર મેચમાં વિલંબ થયો હોવાનું જણાવાયું હતું.
કાશ્મીર પર ભાજપ MLAના નિવેદનથી ભડકી આ એક્ટ્રેસ, ધારાસભ્યને ગણાવ્યો સેક્સ ભૂખ્યો
કાશ્મીરમાં કલમ 370 રદ કરવાનો માસ્ટર સ્ટ્રોક માર્યા બાદ અમિત શાહ આવશે ગુજરાત, જાણો શું છે કાર્યક્રમ
બોલીવુડની આ હોટ એક્ટ્રેસે શેર કરી ટૉપલેસ તસવીર, બેબી બંપ દેખાડતી પડી નજરે
વેસ્ટ ઈન્ડિઝ સામે 19 રન બનાવતાં જ કોહલી પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેનનો તોડી નાંખશે મોટો રેકોર્ડ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement