શોધખોળ કરો
Advertisement
આ પૂર્વ ગુજરાતી ક્રિકેટરે કર્યો ધડાકો, કહ્યું- ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સૌરવ ગાંગુલી મને નહોતો લઈ જવા માંગતો
2003ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈરફાન પઠાણે પ્રથમ ટેસ્ટ વિકેટ મેથ્યૂ હેડનની લીધી હતી.
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે 2003માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યુ હતું. પઠાણે તેના ડેબ્યૂ દિવસોને યાદ કરતાં સૌરવ ગાંગુલીએ કેવી રીતે સપોર્ટ કર્યો તે જણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ દરમિયાન પઠાણની ઉંમર 19 વર્ષ હતી. આઆ દરમિયાન તે વન ડે અને ટેસ્ટમાં બેસ્ટ હતો.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, ઈરફાન પઠાણે જણાવ્યું, સૌરવ ગાંગુલીએ મને કહ્યું ઈરફાન તને ખબર નહીં હોય પરંતુ હું તને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર લઈ જવા નહોતો માંગતો. સિલેક્શન મીટિંગ દરમિયાન મેં તને રિજેક્ટ કરી દીધો હતો. એવું નથી કે મેં તારી બોલિંગ નથી જોઈ પરંતુ 19 વર્ષના છોકરાને હું આટલા મુશ્કેલ પ્રવાસ પર લઈ જવા નહોતો માંગતો. પરંતુ મેં જ્યારે તને જોયો ત્યારે ભરોસો થઈ ગયો કે તું અહીંયા સારો દેખાવ કરીશ.
પઠાણે કહ્યું, મારી સમગ્ર કરિયર દરમિયાન દાદાએ મારું સમર્થન કર્યું. દાદાની એક ખાસ વાત હતી કે તેઓ જે ખેલાડીને પસંદ કરતા હતા તેને પૂરો સપોર્ટ કરતા હતા. જો તેમને લાગતું કે એક ખેલાડી સારું પ્રદર્શન કરી રહ્યો છે તો જરૂર બેક અપ કરતા હતા.
જ્યારે કેપ્ટન તમારી પાસે આવીને કહે ત્યારે તમારો આત્મવિશ્વાસ વધી જાય છે. આ રીતે તમારી નજરમાં કેપ્ટન માટે આદર વધી જાય છે તેમ પણ પઠાણે જણાવ્યું હતું.
2003ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈરફાન પઠાણે પ્રથમ ટેસ્ટ વિકેટ મેથ્યૂ હેડનની લીધી હતી. તેની સ્વિંગ બોલિંગ જોઈ તમામ ઓસ્ટ્રેલિયન ખેલાડી દંગ રહી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion